ભાજપમાં સબ સલામત નથી ? નવા મંત્રીઓનો શપથવિધિ સમારંભ રદ, અનેક તર્કવિતર્ક : મોદી ગુરુવારે ગુજરાત આવશે

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર-મી.રિપોર્ટર, 15 મી સપ્ટેમ્બર.

રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળ ની આજે રચના થવાની હતી. સાંજે 4.20 થી 4.30 વચ્ચે શપથવિધિ કાર્યક્રમ યોજાવવાનો હતો. જોકે નવા મંત્રીમંડળ માંથી જુના જોગીઓ ને રીપીટ નહિ કરવાના લીધે ઘણા સીનીયર નેતાઓ નારાજ બન્યા છે, જે સવાર થી ગાંધીનગર ખાતે આવેલા પ્રદેશ પ્રમુખ ને મળવા અને પોતાની ભાવનાઓ પહોચવા પહોચી ગયા હતા. વિવાદ ને વધુ વકરતો જોઈ ને વાત દિલ્હી સુધી પહોચતા જ આજના નવા મંત્રીમંડળ ની રચના નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. હવે આવતીકાલે બપોરે દોઢ વાગ્યે શપથવિધિ યોજાશે.  

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આજે સવારે શપથવિધિ આજે જ યોજાશે તેવા સમાચાર આવવા લાગ્યા હતા. જેમાં કાલ સુધીમાં મંત્રીઓેને તેમના ખાતાંની ફાળવણી પણ થઈ જશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. જોકે મંત્રીમંડળ માં જુના જોગીઓ ને પાડતા મુકવાની વાત બહાર આવી હતી. આને લઇ ને જેમના નામ પાડતા મુકાયા અને ઓફિસો ખાલી કરાવી દેવામાં આવી હતી, તેવા પૂર્વ મંત્રીઓએ વિરોધ કર્યો હતો. જેમની સાથે બીજા પણ મંત્રીઓ જોડતા ભારે વિવાદ ઉભો થયો છે. આ વિવાદ અંગે હાલમાં સરકારી તંત્ર સત્તાવાર રીતે સમર્થન કરતુ નથી. 

આજે નવા મંત્રીઓનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતાં અનેક તર્કવિતર્કો પ્રવર્તી રહ્યા છે. રાજભવનમાં પણ આજની તારીખના પોસ્ટર્સ લગાવી દેવાયા હતા, પરંતુ બપોરે અઢી વાગ્યા બાદ આ પોસ્ટર્સને અચાનક હટાવવાનું શરુ થયું હતું. 

જોકે, એવી ચર્ચા છે કે, નવા મંત્રીમંડળમાં રુપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા તમામ મંત્રીઓને પડતા મૂકાવાના છે તેવી અટકળો બાદ શરુ થયેલી દોડધામ વચ્ચે આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતીકાલે બપોરે 1.30 કલાકે શપથવિધિ યોજાશે. 

બીજીબાજુ એવું પણ કહેવાઈ રહ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ આ વિવાદ ને સ્લોવ કરશે અને તેમની હાજરીમાં પણ નવા મંત્રીઓ ની પસંદગી થઇ શકે છે તેમજ શપથ વિધિ પણ યોજાઈ શકે છે. જોકે તે અંગે પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.