કોરોના કાળ વચ્ચે એટલેકે 2019-20 માં ભાજપને મળ્યાં રૂપિયા 2,555 કરોડ, કોણે આપી ? થયો ખુલાસો

www.mrreporter.in
Spread the love

રાજનીતિ- મી.રિપોર્ટર, ૧૦મી ઓગસ્ટ.

કોરોના કાળ વચ્ચે લોકોની આવક ઘટી ને નોકરીઓ પણ છુટી ગઈ છે. ત્યારે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ ની તિજોરી છલકાઈ ગઈ છે. કોરોના કાળ વચ્ચે એટલેકે વર્ષ 2019-20 માં કુલ 3355 કરોડ ના ચૂંટણી બોન્ડ્સનું વેચાણ થયું હતું, જેમાં ભાજપના ખાતામાં 2555 કરોડ આવ્યાં છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018-19 ના વર્ષમાં ભાજપને ચૂંટણી બોન્ડના વેચાણ દ્વારા 1450 કરોડ મળ્યાં હતા, પરંતુ હવે તેને 2555 કરોડ મળ્યાં છે એટલે કે 75 ટકાનો વધારો થયો છે. તો બીજીબાજુ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના ચૂંટણી ભંડોળમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.  વર્ષ 2018-19 માં કોંગ્રેસને ચૂંટણી બોન્ડ્સમાંથી 383 કરોડની રકમ મળી છે. જયારે વર્ષ  2019-20 માં કોંગ્રેસને 318 કરોડની રકમ મળી હતી. 

www.mrreporter.in

કયા પક્ષને કેટલું ચૂંટણી ભંડોળ મળ્યું ? 

મમતા બેનરજીની ટીએમસી :  100.46 કરોડ

શિવસેના : 41 કરોડ

ડીએમકે : 45 કરોડ

શરદ પવારની એનસીપી :  29.25 કરોડ

અરવિંદ કેજરીવાલ : આમ આદમી પાર્ટી:  18 કરોડ

લાલુયાદવની આરજેડી : 2.5 કરોડ 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.