ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભત્રીજી સોનલ મોદીને ટિકિટ ન આપી ને અન્ય નેતાઓને સંદેશો પાઠવ્યો !

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર- મી.રિપોર્ટર, 5મી ફેબ્રુઆરી. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છતા અને દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ભત્રીજી સોનલ મોદી ને ભાજપે  પોતાના જાહેર કરેલા ઉમેદવારોના નામમાં સ્થાન આપ્યું નથી. આમ કરીને ભાજપે જે MLA ના ભત્રીજા, ભત્રીજી અને પુત્ર ને ટિકિટ નથી મળી કે ઉંમરના કારણે ચૂંટણીમાં દાવેદારી ગુમાવનારા લોકોને સ્પષ્ટ સંકેત આપવાની કોશિશ કરીને વિરોધ છોડીને પાર્ટી માટે કામ કરવાનો આદેશ આપ્યો હતો. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે પત્રકારો સાથે વાત કરતા સોનલ મોદીએ AMCના બોડકદેવ વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી. સોનલ મોદીએ  પ્રધાનમંત્રી મોદીના ભત્રીજી તરીકે નહીં પરંતુ પાર્ટીના એક કાર્યકર્તાની તરીકે ટિકિટ માગી  હોવાનો દાવો કર્યો હતો. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના દીકરી સોનલ મોદી એક ગૃહિણી છે, જ્યારે તેમના પિતા રેશનિંગની દુકાન ધરાવે છે અને ગુજરાતમાં રેશનિંગ દુકાનોના સંચાલક મંડળના પ્રમુખ છે.

 સોનલ મોદીને ટિકિટ ન આપવા મુદ્દે સવાલ કરવા પર ભાજપના સ્ટેટ પ્રેસિડેન્ટ સી.આર પાટિલે જણાવ્યું હતું કે, નિયમો બધા માટે સરખા છે. ગુજરાત ભાજપે હાલમાં જ જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓના સંબંધીઓને ટિકિટ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહિ. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.