વડોદરામાં ભાજપ-કોગ્રેસના કાર્યાલયો ધમધમી ઉઠ્યા : ટિકિટ વાંચ્છુકોમાં ઉત્સાહ વધ્યો, પ્રચાર માટે બેઠકોના આયોજનો શરૂ

www.mrreporter.in

રાજનીતિ-વડોદરા, ધીરજ ઠાકોર, 3જી નવેમ્બર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આજે જાહેરાત થતા જ વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયો પર ચૂંટણીલક્ષી બેઠકો ધમધમી ઉઠી છે.  ચૂંટણીની જાહેરાત ને પગલે ટિકિટ વાંચ્છુકોમાં પણ ભારે ઉત્સાહ વધી ગયો છે. જાહેરાત ના પગલે જ કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટીએ શહેરના જુદાજુદા વોર્ડમાં પ્રચાર અને બેઠકો માટેની તૈયારીઓ આરંભી દીધી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

કેન્દ્રિય ચૂંટણી પંચ  આજે  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની  ચૂંટણીઓ બે તબક્કામાં યોજવાની  જાહેરાત કરી છે. જેમાં બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન થશે. 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં વડોદરા સહિત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બનસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે.

ચૂંટણી પંચ  ની જાહેરાત ને પગલે કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટી ના કાર્યાલયોમાં ચૂંટણીલક્ષી રોનક આવી ગઈ છે. ચૂંટણી પંચ ની જાહેરાત સાથે જ  વડોદરા શહેરમાં ભાજપ કાર્યાલયે શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ સહિતના આગેવાનો હાજર હતા. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશી હાજર હતા. તેઓએ પણ શહેરમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરવા બેઠકો આયોજીત કરવાના આયોજનો શરૂ કરી દીધા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

Leave a Reply