ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં મારામારી, એકબીજાના માથા ફોડ્યા, નાસભાગના દૃશ્યો સર્જાયાં

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – વડોદરા, મી.રિપોર્ટર, 19મી ફેબ્રુઆરી. 

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અને ભાજપની રેલી નીકળી હતી, જેમાં વોર્ડ નં- 16માં કોંગ્રેસ અને ભાજપની રેલી આમને-સામને આવી જતાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના પુત્ર ઉપર હુમલો કરતાં સામસામે છૂટાહાથની મારામારી, પથ્થરમારો અને લાકડીઓથી હુમલો થયો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા મહાનગરપાલિકાના મિશન-76ની સફળ બનાવવાના ભાગરૂપે આજે ચૂંટણી પ્રચારના પડઘમ સાંજે પાંચ વાગ્યાથી શાંત પડી ગયા હતા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી, જેને કારણે ઠેર-ઠેર ચક્કાજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. વડોદરા શહેરના વોર્ડ નં-16માં કોંગ્રેસના અને ભાજપના ઉમેદવારોએ પ્રચાર રેલી કાઢી હતી, તે વાઘોડિયા રોડ અને ડભોઇ રોડ ઉપર સામસામે આવી જતાં કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી, એ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ પર હુમલો કર્યો હતો, જેથી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે લાઠીયુદ્ધ, પથ્થરમારો તથા છુટ્ટાહાથની મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રચાર કર્યો 

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આ વખતે મોંઘવારી ભ્રષ્ટાચાર હિટલરશાહી જેવા મુદ્દાઓ સાથે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે આજે જાહેર ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરમાં ઠેર-ઠેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વોર્ડ નં-3 અને 16માં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રચાર કર્યો હતો. પ્રચાર દરમિયાન તેમને લોકોએ આવકાર્યા હતા. ફટાકડા ફોડી રેલી નીકળવામાં આવી હતી. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ ઐતિહાસિક વોટથી જીત હાંસલ કરશે અને વડોદરાની દરેક બેઠકો પર કોંગ્રેસ ઐતિહાસિક જીત મેળવશે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.