વિશ્વમાં પાણીની મોટી સમસ્યા : લોકોને જાગૃત કરવા અમૃત કળશ મહોત્સવ 28મીના રોજ નવલખી મેદાનમાં યોજાશે

મી.રિપોર્ટર,  વડોદરા, ૨૦મી ડીસેમ્બર. 

દેશ સહીત સમગ્ર વિશ્વમાં પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. એમાય ખાસ કરીને પીવાના પાણીની તો બહુ જ મોટી સમસ્યા સર્જાઈ છે. આવા સંજોગોમાં પાણી અંગે લોકોને જાગૃત કરીને લોકો પાણીની બચત કરવા અને તે માટે શહેરમાં વિવિધ સ્થળો પર વેલ બનાવવાનો સંકલ્પ હાથ ધરવો જરૂરી છે. પાણીની વિકટ બની જતી સમસ્યાને દુર કરવા માટે જ શ્રી કલ્યાણરાય સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાણી બચાવ  અને તેની જનજાગૃતિ લોકો સુધી પહોચાડવા વડોદરામાં ૨૮મી ડિસેમ્બરના રોજ ” અમૃત કળશ મહોત્સવ”  નવલખી મેદાન ખાતે યોજાશે.

વડોદરામાં ૨૮મી ડિસેમ્બરના રોજ નવલખી મેદાન ખાતે  યોજાનાર ” અમૃત કળશ મહોત્સવ”   અંગે  વૈષ્ણવ આચાર્ય દ્વારકેશલાલજીએ જણાવ્યું હતુંકે, દેશ  જ નહિ પણ વિશ્વમાં પાણીની મોટી સમસ્યા છે. આજે પર્યાવરણમાં વિક્ષેપ, જંગલોનું છેદન, ગ્લોબલ વોર્મિંગની એક બહુજ મોટી અસર વરસાદ પર જોવા મળી રહી છે. અપૂરતા વરસાદને કારણે નદી નાળા, તળાવ, ભૂગર્ભ જળ ઘટી રહ્યા છે.  પાણીના જળ સ્ત્રોત સાચવી રાખવા તેમજ પાણીની બચત કરવા માટે જ વડોદરામાં અમૃત કળશ મહોત્સવ નું આયોજન કરાયું છે. જેમાં ૭ નદીઓનું અભિષેક વૈદિક મંત્રોચાર વચ્ચે ઠાકોરજીને અભિષેક કરાશે. અભિષેક થયેલું જળ ગુજરાતની નદીઓમાં અર્પણ કરાશે. વડોદરામાં 100 અમદાવાદમાં 100 સહિત દેશભરમાં જળ સંચય કુવા તૈયાર કરાશે. જળ એજ જીવન છે તે સૂત્ર ને દેશભરમાં પ્રચાર કરાશે.  મહોત્સવમાં જળ સંચય અને બચતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. આ ઉપરાંત જાગૃતિના ભાગરૂપે જ સાંજે ૭ વાગે ” ગંગા લહેરી ” કાર્યક્રમ અંતર્ગત બોલીવુડના ગાયક-સંગીતકાર શંકર મહાદેવનની સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે.