બિગબોસ 13 : શહનાઝ ગિલનું સૌથી મોટું જૂઠ્ઠાણું, 25 નહીં આટલા વર્ષની છે ‘પંજાબની કેટરિના’….વાંચો…

shenaaz gill
Spread the love

બોલીવુડ- મિ.રિપોર્ટર, ૧૬મી જાન્યુઆરી. 

ટેલીવુડ એટલે કે ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ 13’માં રોજ નવા નવા પણ ચોકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.  પંજાબી સિંગર શહનાઝ ગિલ બિગ બોસ 13ની સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ છે. આ શોમાં તે પોતાની રમત ઉપરાંત સિદ્ધાર્થ શુક્લા સાથેના સંબંધોના કારણે પણ ચર્ચામાં રહે છે.
 
shenaaz gill

જોકે આ વખતે શહનાઝ ગિલ બિગ બોસ 13માં પોતાની ખોટી ઉંમર બતાવવાના કારણે ચર્ચામાં આવી છે. જી હાં શહનાઝે સલમાન ખાનના શોમાં પોતાની ઉંમર 25 વર્ષની બતાવી છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાઈરલ થઈ રહી છે. જેના પરથી માલુમ પડે છે કે તેણે શોમાં પોતાની ઉંમર ખોટી જણાવી છે.

shenaaz gill

HerdHush નામના એક ટ્વિટર યુઝરે આ વાતનો દાવો કર્યો છે. ટ્વિટર યુઝરે લખ્યું, વિકી અનુસાર શહનાઝ ગિલની જન્મતારીખ 27 જાન્યુઆરી 1993 છે, આ હિસાબથી આગામી 27 જાન્યુઆરીએ તે 27 વર્ષ પૂરા કરી લેશે અને 28માં વર્ષમાં પ્રવેશ કરશે. તેણે સલમાન ખાનને પોતાની ઉંમર 25 વર્ષની બતાવી છે. આ પણ એક જૂઠ્ઠાણું. શહનાઝની ઉંમર પર કરાયેલી આ પોસ્ટ ઝડપથી વાઈરલ થઈ રહી છે.