નવી દિલ્હી, મિ.રિપોર્ટર, ૨૩મી નવેમ્બર. 

કેન્દ્ર સરકારે નાણાંકીય કૌભાંડ રોકવા મોટું પગલું લીધું  છે.  કેન્દ્રના નાણા વિભાગે પીએસયુ બેન્કના વડાઓને હવેથી વિલફુલ ડિફોલ્ટર્સ સામે લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) બહાર પાડવા તથા આવા લોકોને દેશ છોડીને ભાગતા અટકાવવા માટે સરકારે પીએસયુ બેન્કોના વડાઓને આ માટેની સત્તા આપવાનો નિર્ણય લીધો છે. 

નાણાકીય સેવાઓના સચિવ રાજીવ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, સરકારે બેન્કિંગને સ્વચ્છ કરવા માટે પહેલ શરૂ કરી છે તેમાં આ એક નવું પગલું છે. તેના કારણે વિલફુલ ડિફોલ્ટર્સને ભાગી જતા રોકી શકાશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગૃહમંત્રાલયે કેટલાક ફેરફાર કર્યા છે અને એલઓસી માટે વિનંતી કરવાની સત્તા ધરાવતા અધિકારીઓમાં પીએસબીના સીઇઓને પણ સમાવ્યા છે.  નાણામંત્રાલયે તમામ પીએસબીને એક એડવાઈઝરી  જારી કરીને પરિપત્રના ફેરફારોની નોંધ લેવા અને જરૂર પડે ત્યારે તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં સરકારે રૂપિયા ₹50 કરોડ કે તેનાથી વધુ રકમની લોન લેનારા લોકોના પાસપોર્ટની વિગત એકત્ર કરવા બેન્કોને જણાવ્યું હતું. બેન્કિંગ સિસ્ટમ સ્વચ્છ કરવાની કાર્યવાહીના ભાગરૂપે નાણામંત્રાલયે પબ્લિક સેક્ટરની બેન્કો (પીએસબી)ને સંભવિત ફ્રોડની તપાસ માટે ₹50 કરોડથી મોટા તમામ એનપીએ એકાઉન્ટની તપાસ કરવા કહ્યું હતું. તેમાં કોઈ ગેરરીતિ હોવાનું બહાર આવે તો પીએસબીએ આ તપાસનો અહેવાલ સીબીઆઇ, ઇડી અને ડીઆરઆઇને સોપવા માટે જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા પ્રમાણે કોઈ ઋણધારક લોન ચૂકવવાની ક્ષમતા ધરાવતો હોય તો પણ ધિરાણકારને તેની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય ત્યારે તે વિલફુલ ડિફોલ્ટર ગણવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: