કોરોના સંકટમાં મોટી રાહત : નોકરી ગુમાવનારાઓને સરકાર આપશે 3 મહિના સુધી અડધી સેલેરી, જાણો નિયમ ?

www.mrreporter.in
Spread the love
બિઝનેશ – મી.રિપોર્ટર , 21મી ઓગસ્ટ . 
 
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી નો કહેર જારી છે. કોરોના મહામારીના સંક્ટ વચ્ચે દેશના લાખો કરોડો લોકોની નોકરી ગઈ છે.  તેમની સામે છેલ્લા ત્રણ મહિનાથી ઓછા પગારે કે પગાર વગર જ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવાની મોટી જવાબદારી આવી ગઈ હતી. જેમાં મોટા ભાગના લોકોને ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ કોરોના નો કહેર ચાલુ હોઈ નોકરી મેળવવામાં અને પરિવારનું ગુજરાન ચલાવવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.  એવા માં કેન્દ્ર સરકાર તેમના માટે રાહતના સમાચાર લઈને આવી છે. જો કોઈ કોરોના કાળમાં બેરોજગાર બન્યું હોય તો તેને બેરોજગારી ભથ્થુ મળશે.
 
 શું નિયમ છે અને શું લાભ મળશે ? 
 
 
કેન્દ્ર સરકારના Unemployment allowance under ESIC :  આ નિર્ણયનો લાભ તેવા જ બેરોજગાર લોકોને મળશે જેમણે 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020 વચ્ચે પોતાની નોકરી ગુમાવી છે અથવા ગુમાવશે. જો આવા કર્મચારીઓ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન(ESIC) અંદર  રજિસ્ટર્ડ છે, તેવા જ લોકોને આ યોજનાનો ફાયદો મળશે. કર્માચારીઓને ફાયદો આપવા માટે અટલ બીમિત કલ્યાણ યોજના જેનું સંચાલન ESIC દ્વારા કરવામાં આવે છે. તેને 30 જૂન 2021 સુધી વધારી દેવામાં આવ્યું છે. આ કલ્યાણ યોજના અંતર્ગત બેરોજગારી ભથ્થુ મળશે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ યોજનાનો ફાયદો એવા જ વર્કર્સને મળશે જેઓ ESIની યોજના સાથે ઓછામાં ઓછા પાછલા બે વર્ષથી જોડાયેલા છે. એટલે કે જે વર્કર્સ 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2020 સુધી આ સ્કિમમાં જોડાયેલા હતા તેવા જ કર્માચારીઓને તેનો લાભ મળશે. આ દરમિયાન 1 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2020 વચ્ચે વ્યક્તિએ ઓછમાં ઓછા 78 દિવસ સુધી કામ કર્યું હોવું જોઈએ.

બેરોજગાર વ્યક્તિ વધુમાં વધુ 90 દિવસો સુધી આ ભથ્થાનો ફાયદો ઉઠાવી શકે છે. તે ત્રણ મહિના સુધી સરેરાશ સેલેરીના 50 ટકા રકમ ક્લેમ કરીને મેળવી શકે છે. પહેલા આ મર્યાદા 25 ટકા સુધી હતી. તેમજ આ યોજનામાં વધુ એક નિયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા બેરોજગાર બન્યાના 90 દિવસ બાદ આનો ફાયદો ઉઠાવી શકાતો હતો હવે તેને ઘટાડીને 30 દિવસ કરી દેવામાં આવ્યા છે. 

 ESIC બોર્ડના સદસ્ય વી રાધાકૃષ્ણે કહ્યું કે આ નિર્ણયથી લગભગ 35 લાખ લોકોને તેનો ફાયદો મળશે. જાણકારી માટે જણાવી દઈએ કે જે વર્કર્સ એક લિમિટ સુધી પગાર મેળવે છે તેમના માટે હોય છે આ ESIC સ્કીમ. જે જગ્યાએ 10થી વધુ કર્મચારીઓ કામ કરે છે ત્યાં આ યોજના લાગુ પડે છે. તેમજ જો તેમની સેલેરી 21 હજાર સુધી હોય તો આ સ્કિમ લાગુ થશે. ESIC અંતર્ગત દેશમાં લગભગ 3.5 કરોડ પરિવારો સામેલ છે. જેથી લગભગ 13.5 કરોડ લોકોને કેશ અને મેડિકલ બેનેફિટ મળે છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.