BIG Breaking : કેન્દ્ર સરકાર WhatsApp નો ખેલ ખતમ કરશે ? Modi સરકારે નવી મેસેજિંગ એપ લોન્ચ કરી

www.mrreporter.in
Spread the love

ટેક્નોલોજી- મી.રિપોર્ટર, 8મી ફેબ્રુઆરી.

કેન્દ્ર સરકાર જ નહિ પણ દેશની જનતા પણ ડેટા પ્રાઇવેસીથી ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. એમાંય  WhatsApp નવી ડેટા પોલિસીને લઇને  સામાન્ય યૂઝર્સ નારાજ થઇ ગયા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે આ નો રસ્તો શોધી કાઢ્યો છે. મોદી સરકાર એ દેશ માટે  ” Sandes ” નામની પોતાની મેસેજિંગ એપ (Messaging App) ને લોન્ચ કરી દીધી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હાલમાં આ ” Sandes ” નામની મેસેજિંગ એપ (Messaging App)  સરકારી કર્મચારી યૂઝ કરી રહ્યા છે, જોકે હવે કેન્દ્ર સરકાર જલદી જ  સામાન્ય જનતા માટે લોન્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકરે ડેટા ચોરી અને પ્રાઇવેસીને લઇને નવી Sandes એપ લોન્ચ કરી છે. આ એપને Government Instant Messaging Systam (GIMS) પણ કહેવામાં આવી રહી છે.

Sandes (સંદેશ)  એપ Adroid અને iOS પ્લેટફોર્મ પર કરે છે કામ

Sandes (સંદેશ)  એપ Adroid અને iOS પર કામ કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Adroid અને iOS ઓપરેટિંગ સિસ્ટમના સપોર્ટ સાથે તૈયાર કરવામાં આવી છે. આ એપને નવા મોર્ડન ચેટિંગ એપ્સ જેવી જ બનાવવામાં આવી છે. ચેટિંગ એપમાં વોઇસ અને ડેટાને મોકલી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, નવી Sandes એપ ને એક્સેસ કરવાની પરવાનગી સરકારી કર્મચારીને જ મળી છે. સરકારી કર્મચારી gims.gov.in પરથી આ એપને એક્સેસ કરી શકે છે. હાલ સામાન્ય લોકોને તેને યૂઝ કરવાની પરવાનગી નથી. જો કોઇ આ સાઇટ પર ક્લિક કરે છે તો તેને ‘This authentication method is applicable for authorised government officials’ મેસેજ જોવા મળે છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.