વડોદરામાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે સાયકલ રેલી, પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-વડોદરા, મિ.રિપોર્ટર, ૧૭મી જુલાઈ

શહેર કોંગ્રેસ દ્વારા  મોંઘવારીના વિરોધમાં આજે જનચેતના અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ગૃહ ખાતેથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પેટ્રોલ- ડીઝલ, ગેસ બોટલ, દૂધ અને તેલના અસહ્ય ભાવ વધારાના બેનરો, પોસ્ટરો સાથે સાઇકલ રેલી નીકળે તે પહેલાં જ પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની આગેવાનીમાં ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સાથે આઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલ રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ,અમીત ગોટીકર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો મોંઘવારી વિરોધી અને સરકાર વિરોધી પોસ્ટરો અને  બેનરો સાથે પોતાની સાઇકલો લઇને રેલીના નિર્ધારીત સમયે સાઇકલ રેલીમાં ભાગ લેવા માટે ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચી ગયા હતા. સાઇકલ રેલીમાં જોડાયેલા કાર્યકરો સાથે ઉંટ ગાડીએ આગવું આકર્ષણ જમાવ્યું હતું.

જોકે, કોંગ્રેસ દ્વારા આયોજીત સાઇકલ રેલી નીકળે તે પહેલાં જ પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. સાઇકલ રેલી નીકળે તે પહેલાંજ પોલીસ તંત્ર દ્વારા અટકાયત શરૂ કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી.

www.mrreporter.in

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર દારૂના અડ્ડા શરૂ કરવા માટે અને ભાજપને કાર્યક્રમો કરવા માટે છૂટ આપે છે. જ્યારે કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રજાના હિત માટે કાર્યક્રમ કરે તો સત્તાના જોરે અવાજ દબાવમાં આવે છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના કારણે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. આર્થિક ભારણ ને લઈને સામાન્ય પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આજે સાઇકલ યાત્રાનું આયોજન કરી કલેકટર મારફતે પ્રધાનમંત્રીને રજૂઆત કરવાની હતી. પરંતુ પોલીસે સરકારના ઇશારે બળનો ઉપયોગ કરી કાર્યક્રમ રોકી દેવાયો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.