ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધાં , રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ગોપનીયતાના શપથ લેવડાવ્યા

www.mrreporter.in
Spread the love

અમદાવાદ-રાજનીતિ, 13મી સપ્ટેમ્બર.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે 2.20 મિનિટે શપથ ગ્રહણ કર્યાં છે. રાજભવનમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાનપદ માટે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. મખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

શપથગ્રહણ સમારંભમાં આજની શપથવિધિમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તેમજ કેન્દ્રીય પ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ શપથગ્રહણ સમારોહમાં રાજભવન ખાતે પહેલેથી જ મોટા નેતાઓનો જમાવડો થઇ ગયો હતો. કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલ સહીત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને BJP, RSS,VHP ABVPના નેતાઓ નેતાઓ હાજર રહ્યાં હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. પત્ની,પુત્ર,પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.