Sony Sub Tv પર આવતી ‘ભાખરવડી’ ઓગસ્ટના અંતે બંધ થશે, કોરોના જવાબદાર હોવાની ચર્ચા !

www.mrreporter.in
Spread the love
બોલીવુડ- મી.રિપોર્ટર, ૨૫મી ઓગસ્ટ. 
 
દેશના ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં કોમેડી સીરીયલ ઘણી ઓછી જ બને છે. મોટા ભાગની કોમેડી સીરીયલ Sony Sub Tv  પર જ આવે છે. છેલ્લા 7- 8 મહિના થી લોકપ્રિય બનેલી ‘ભાખરવડી’ સીરીયલ ને લઈને આવ્યા છે ખરાબ સમાચાર.  સીરિયલ જોતા ‘ભાખરવડી’ના દર્શકોને ઝટકો લાગી શકે છે. આ મહિનાના અંતે શો પર પડદો પ઼ડી જશે. ગુજરાતી અને મરાઠી પરિવારની આસપાસ ફરતો આ શો દર્શકોને પસંદ આવ્યો હતો પરંતુ હવે જલદી જ તમારી ટીવી સ્ક્રીન પરથી વિદાય લેશે.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
 
Sony Sub Tv  પર  આવતો ટીવી શો ‘ભાખરવડી’ 28 ઓગસ્ટથી બંધ થઈ રહ્યો છે.  આ અંગે શો ના પ્રોડ્યુસર જે. ડી. મજેઠિયાએ કહ્યું, “કોરોનાના કેસ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આવ્યા હતા. તે પછી અમે ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું અને વિશેષ કાળજી લીધી હતી. કોરોના વાયરસના કારણે ચેનલે શો બંધ કરવાનો નિર્ણય કર્યો નથી.
પ્રાઈમ ટાઈમ સ્લોટમાં આવતા ટીવી શો માટે લોકડાઉન કપરું સાબિત થયું છે. હાલ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં લોકોને વધારે રસ છે. એટલે જ પ્રાઈમ ટાઈમ દરમિયાન દર્શકો સીરિયલો કરતાં વધુ ન્યૂઝ જોવે છે. વ્યૂઅરશીપની દ્રષ્ટિએ વાત કરું તો બે-ત્રણ શોને બાદ કરતાં અન્ય કોઈ સીરિયલો સારો દેખાવ કરી રહી હોય તેવું લાગતું નથી.”
www.mrreporter.in

“લોકડાઉન પછી મને લાગ્યું કે લોકોનો રસ બદલાયો છે, જેના કારણે મારા શો પર પણ અસર પડી છે. અમે શોમાં નવા ટ્વિસ્ટ લાવવાની કોશિશ કરી પરંતુ દર્શકોને આકર્ષી ના શક્યા. એટલે જ મને લાગે છે કે ચેનલનો નિર્ણય યોગ્ય છે”, તેમ જે.ડી. મજેઠિયાએ ઉમેર્યું હતું. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  આગામી સમય ટીવી સીરિયલો માટે વધુ મુશ્કેલ બનશે, કેમકે  સપ્ટેમ્બરથી IPLની નવી સીઝન શરૂ થઈ રહી છે. ત્યારે નક્કી છે કે દર્શકો બીજું કંઈ પણ જોવા કરતાં મેચ વધારે જોશે. એટલે હવે હું નવી સ્ક્રીપ્ટ પર ધ્યાન આપીશ, તેના પર કામ કરીશ. 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.