રાજસ્થાનના રણ પ્રદેશ મા સૌર ઉર્જા ક્ષેત્રે કામ કરનાર કોડીનારના યુવાનને બેસ્ટ યન્ગેસ્ટ આઇકોનિક એવાર્ડ

icon award
Spread the love

વડોદરા,મી.રીપોર્ટર,  24મી નવેમ્બર. 

તાજેતરમાં તાજ હોટેલ બેંગ્લોર ખાતે આંતર રાષ્ટ્રીય માર્કેટ રીસર્ચ કંપની બ્લાઇન્ડ વિન્ક દ્વારા યોજાયેલા ઇન્ડિયા આઈકોનીક એવાર્ડ ૨૦૧૯ ના કાર્યક્રમ મા કોડીનાર ના યુવાન વિશાલ પરમાર ને જાણીતી ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝાના હસ્તે “બેસ્ટ યન્ગેસ્ટ આઇકોનિક એવાર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેનેજીંગ ડીરેક્ટર અનુરાગ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે મોટીવેશનલ સ્પીકર વિશાલ પરમાર ને સૌથી નાની વયમા ભારત દેશ ના અનેક યુવાનો ને પ્રેરણા આપવા માટે કે જે ઓકે ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા ભારત ના મેક ઇન ઇન્ડિયા મિશન ને સપોર્ટ કરે છે તથા ૩ વર્ષ થી પણ વધારે સમય થી પોતે રાજસ્થાન ના રણ પ્રદેશ મા સૌર ઉર્જા ક્ષેત્રે કામ કરે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જાણીતી ગુજરાતી ફિલ્મ માં પણ વિશાલે  પ્રોડકશન મેનેજર તરીકે કામ કર્યું છે. 

  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 અને 7016252899  પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.