બેસ્ટ સિટી રેંકિંગ : દેશના ટોપ 10 શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબરે, સુરત પાંચમા, વડોદરા આઠમા નંબરે

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર,  ૪થી માર્ચ. 

દેશમાં ઈઝ ઓફ લિવિંગ એટલે કે રહેવા લાયક શહેર. કેન્દ્ર સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ રેંકિંગ-2020 (Ease of Living Index India List) માં દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં દેશના મેટ્રો સિટીમાં બેંગ્લોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા નંબર 1 પર છે. જ્યારે અમદાવાદ ટોપ ટેનમાં ત્રીજા નંબરે છે. સુરત પાંચમા, વડોદરા આઠમા નંબરે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ સિવાય પૂણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઈમ્બતૂર સાતમા ઈન્દોર નવમા અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને છે. ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં જાહેર કરાયેલી યાદીમાં સમાવિષ્ઠ છે.ખાસ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી આ બન્ને કેટેગરીમાં 10મા નંબર સુધી પણ નથી પહોંચી શક્યું. દિલ્હી 13મા નંબર પર રહ્યું છે. જ્યારે 10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોમાં ગાંધીનગર 7મા નંબર પર છે.

દેશના વિવિધ 111 શહેરનો સર્વે કરાયો

દેશમાં રહેવા લાયક  બેસ્ટ શહેરોના રેંકિંગમાં દેશના વિવિધ 111 શહેરોનો સર્વે કરવામાં આવ્યો. શહેરને બે કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. જેમાં  પહેલી કેટેગરીમાં એવા  શહેર જોડાયા જેમની વસ્તી 10 લાખ કરતા વધારે હતી. જ્યારે બીજી કેટેગરીમાં એવા શહેરોનો સમાવેશ કરાયો છે જ્યાં 10 લાખ કરતા ઓછી વસ્તી હતી. આ શહેરોમાં એ વાત જોવામાં આવી કે તેમની ગુણવત્તા કેવા સ્તરની છે જ્યાં વિકાસના કામ કરાયા છે, તેની લોકોના જીવ પર કેવી અસર પડે છે.

2018માં શરુ થઈ હતી રેંકિંગની શરુઆત

પહેલી વખત 2018માં રેંકિંગ કરાયું હતું જ્યારે બીજી વખત 2020માં શહેરોનું રેંકિંગ કરાયું. આ કેટેગરીમાં મુખ્ય ત્રણ પિલર્સ છે, આ પિલર્સમાં રહેવાની ગુણવત્તા જેના રેંકિંગ માટે 35 ટકા પોઈન્ટ્સ રાખવામાં આવ્યા છે. બીજો પિલર આર્થિક યોગ્યતા માટે 15% પોઈન્ટ્સ અને વિકાસની સ્થિતિ માટે 20% અંક નક્કી કરાયા છે, પછી 30% લોકો વચ્ચે કરાયેલા સર્વેના આધારે પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે.

સર્વેમાં 32 લાખ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા ?

આ સાથે શહેરોમાં 14 કેટેગરી બનાવવામાં આવી હતી. આ કેટેગરીમાં એ શહેરનું શિક્ષણ સ્તર, સ્વાસ્થ્ય, રહેવાસ અને આશ્રય, સાફ-સફાઈ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો, પર્યાવરણ, વૃક્ષો, ઈમારતો, એનર્જીનો ઉપયોગ વગેરે જેવી કેટેગરીની સમીક્ષા કરવામાં આવી હતો.  તે બાદ જ લોકો વચ્ચે જઈને સર્વે કરાયો હતો. આ સર્વે 19 જાન્યુઆરી 2020 થી 2021 સુધી કરાયો હતો. સર્વેમાં 32,20,000 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. આ મંતવ્યો ઓનલાઈન ફીડબેક, ક્યુ આર કોડ, ફેસ ટૂ ફેસ સહિત અન્ય માધ્યમોથી લેવામાં આવ્યા હતા. આ પછી 111 શહેરોની સમીક્ષા કર્યા બાદ તેના રેંકિંગ જાહેર કરવામાં આવ્યા હતા. 

10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોનું રેંકિંગ લિસ્ટ

1. બેંગ્લુરુ- 66.70
2. પુણે- 66.27
3. અમદાવાદ- 64.87
4. ચેન્નાઈ- 62.61
5. સુરત- 61.73
6. નવી મુંબઈ- 61.60
7. કોયમ્બતુર- 59.24
8. વડોદરા- 59.24
9. ઈન્દોર- 58.58
10. ગ્રેટર મુંબઈ- 58.23

10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોનું રેંકિંગ

1. શિમલા- 60.90
2. ભુવનેશ્વર- 59.85
3. સેલવાસા -58.43
4. કોકિનાડા- 56.84
5. સેલમ- 56.40
6. વલ્લોર- 56.38
7. ગાંધીનગર- 56.25
8. ગુરુગ્રામ -56.00
9. દાવનગેરે -55.25
10. તિરુચિરાપલ્લી- 55.24

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.