ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : નવરાત્રીના પ્રથમ દિવસેમાં શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી ?

www.mrreporter.in

ધાર્મિક રિપોર્ટર, વડોદરા. મી.રિપોર્ટર, ૨જી એપ્રિલ.

www.mrreporter.in
  જ્યોતિષાચાર્ય         સત્યમ જોષી

આપણા શાસ્ત્ર માં ચાર નવરાત્રી નું વિશેષ મહત્વ છે જેમાં ચૈત્ર માસ માં આવતી ચૈત્રી નવરાત્રી, આસો મહિના માં આવતી શારદીય નવરાત્રી અને અષાઢ અને માઘ માસ માં આવતી ગુપ્ત નવરાત્રી આમ ચાર નવરાત્રી નું વિશેષ મહત્વ છે.

નવરાત્રી એટલે સાધના નું પર્વ ઉપાસના નું પર્વ શક્તિ ની કૃપા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે જ નવરાત્રી મનુષ્ય જીવન શક્તિ વગર વ્યર્થ છે શક્તિ એટલેજ ઊર્જા અને ઊર્જા એટલેજ આત્મવિશ્વાસ અને માટેજ શક્તિ ઉપાસના કલિયુગ માં મહત્વની છે.

નવરાત્રી દરમ્યાન નવ દુર્ગા પૂજન નું ખુબજ મહત્વ છે માતાજી ના અલગ અલગ સ્વરૂપો નું પૂજન અર્ચન કરવાથી મનવાંછિત ફળ ની પ્રાપ્તિ થાય છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

નવરાત્રી ના પ્રત્યેક દિવસે નવદુર્ગા ના અલગ અલગ સ્વરૂપો ના પૂજન અર્ચન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃધ્ધિ ની પ્રાપ્તિ થાય છે સાથેના દામ્પત્ય જીવન માં સમસ્યા હોય સંતાન સંબંધી સમસ્યા હોય કે કોઈ કષ્ટ દરેક સંકટો માં દેવી રક્ષણ કરે છે.

નવરાત્રી ના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની કેવી રીતે પૂજા કરવી ? 

                                                                    વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરમ।
                                                                    વૃષારૂઢમ શુલધરામ શૈલપુત્રીમ યશશ્વિનીમ।।

 

શૈલપુત્રી માં નવદુર્ગા ના નવ સ્વરૂપો માં પ્રથમ રૂપ માં શૈલપુત્રી છે, પર્વતરાજ હિમાલય નવઘરે પુત્રી રૂપે ઉત્ત્પન્ન થવાને કારણે માતાજી નું નામ શૈલપુત્રી પડ્યું.

www.mrreporter.in

માં શૈલપુત્રી સોમ્ય સ્વરૂપ વૃષભ વાહન પર બિરાજિત માતાજી ના એક હાથ માં ત્રિશુલ અને બીજા હાથ માં કમળ છે અને માં ભક્તો ની રક્ષા માટે તત્પર રહે છે.

નવરાત્રી ના પ્રથમ દિવસે માં શૈલપુત્રી ને સફેદ પુષ્પ ,દુપ,દીપ,ખીર નું નૈવેદ્ય અર્પણ કરવું અને ૐ દેવી શૈલપુત્ર્યે નમ: આ મંત્ર ની એક માળા કરી માતાજી નું પૂજન અર્ચન કરવું લાભ કારી છે. નવરાત્રી ના બીજા દિવસે માં બ્રહ્મચારિણી દેવી નું પૂજન અર્ચન કરવું.

                                                         દધાના કરપદમાભ્યામક્ષમાલાકમન્ડલુ।
                                                         દેવી પ્રસીદતું મયી બ્રહ્મચારીન્યનુત્તમાં।।

નવરાત્રી ના બીજા દિવસે માતા બ્રહ્મચારિણી ની પૂજા કરવી માતા બ્રહ્મચારિણી ને તપ ની દેવી કહેવાય છે બ્રહ્મ શબ્દ નો અર્થ થાય છે તપસ્યા અને ચારીની શબ્દ નો અર્થ થાય છે આચરણ કરવા વળી એટલે જે તપસ્યા નું આચરણ કરવાવાળી દેવી છે તેને બ્રહ્મચારિણી દેવી કહેવાય છે.

www.mrreporter.in
                                                                                                                      માં બ્રહ્મચારિણી દેવી

માતાજી સોમ્ય સ્વરૂપ માં સદૈવ સાધકો નું કલ્યાણ કરનારી માં બ્રહ્મચારિણી ના એક હાથ માં માળા અને બીજા હાથ માં કમંડળ ધારણ કરેલું છે.

માં બ્રહ્મચારિણી નું પૂજન અર્ચન કરવાથી સાધક કોઈ પણ પ્રકાર ની બધાનો સામનો કરવામાં સક્ષમ હોય છે સાધક ને સુખ શાંતિ અને વિજય ની પ્રાપ્તિ થાય છે. ખાસ કરી ને માં બ્રહ્મચારિણી માતા ને પીળા આસન પર બિરાજી ,પીળા પુષ્પ, ધૂપ, દીપ ,નૈવેદ્ય અને ખાસ દાઢમ ની નૈવેદ્ય અર્પણ કરી રીમ બ્રહ્મચારીનયે નમ: આ મંત્ર બોલી એક માળા કરવી લાભ કારી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply