દિલ્હીમાં શિક્ષક બન્યો હેવાન, ત્રણ માસૂમ બાળકો અને પત્નીનું ગળું કાપીને કરી હત્યા….ડિપ્રેશનમાં હત્યા કરી ?

Spread the love

નવી દિલ્હી- ક્રાઈમ, મિ.રિપોર્ટર,  ૨૨મી જુન. 

દેશની રાજધાની દિલ્હીના મહરોલીમાં  હ્રદય  હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે.  ઉપેન્દ્ર શુક્લા નામના શિક્ષકે પોતાની  પત્ની અને ત્રણ બાળકોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે.

 42 વર્ષનો ઉપેન્દ્ર ટ્યૂશન કરાવે છે. ઉપેન્દ્રના સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો હતો. મોટી દીકરી 6 વર્ષની જ્યારે દીકરો પાંચ વર્ષનો અને સૌથી નાની દીકરી માત્ર બે મહિનાની હતી. ઉપેન્દ્રે ચિઠ્ઠી લખીને હત્યાનો ગુનો કબૂલ્યો. જો કે, હત્યા કેમ કરી તેનું કારણ હજુ સુધી જણાવ્યું નથી.

સાઉથ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે, ઉપેન્દ્રએ પત્ની અને ત્રણેય બાળકોના ગળા પર પ્રહાર કર્યો હતો.  જે ઘરમાં ચાર લોકોની હત્યા થઈ ત્યાં જ આરોપીની માતા પણ રહે છે. માતાએ જોયું કે ઉપેન્દ્ર દરવાજો નથી ખોલતો ત્યારે તેણે પાડોશીને બોલાવ્યા હતા,  ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો.  

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મીડિયા સમક્ષ મુકતા ડીસીપીએ જણાવ્યું હતું કે, ઉપેન્દ્રની પત્ની ડાયાબિટીસથી પીડાતી હતી. આરોપી ઉપેન્દ્ર થોડા સમયથી ડિપ્રેશનમાં હતો. ઉપેન્દ્રએ પોતે પણ ડિપ્રેશનમાં હોવાનું સ્વીકાર્યું છે.