BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ, એન્જીઓપ્લાસ્ટી થશે

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, 2જી જાન્યુઆરી. 

BCCI  એટલેકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવતા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો  છે.  ગાંગુલીએ શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. સૂત્રો દ્વારા ખબર પડી છે કે ત્યાં તેમની એન્જીઓપ્લાસ્ટી સર્જરી થશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેકના સમાચાર ક્રિકેટ જર્નાલિસ્ટ અને ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે સોશિયલ મીડિયા પર  શેર કર્યા  હતા.  ક્રિકેટ જર્નાલિસ્ટ બોરિયા મજુમદારે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. તે પછી તેઓ વુડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં ખબર પડી કે હાર્ટ એટેક આવ્યો હતો. અત્યારે ડોકટર સરોજ મંદોલની આગેવાની ત્રણ ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.