લંડનમાં BBCના ‘બિગ ડિબેટ’ શોમાં વક્તાએ PM મોદીના માતા માટે અપશબ્દો કહેતા ભારે રોષ, twitter પર BBC ના બોયકોટ નો ટ્રેન્ડ

pm modi

નવી દિલ્હી-મી.રિપોર્ટર, 3જી માર્ચ.

લંડનમાં  બીબીસી એશિયન નેટવર્કના ‘બિગ ડિબેટ’ રેડિયો શો દરમિયાન એક વક્તાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા માટે અપશબ્દો  કહેતા જ ભારે હોબાળો મચી ગઈ છે. એમાંય આખી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે.  જોકે  વિવાદ બાદ પણ બ્રિટનમાં વસતા શીખો અને ભારતના લોકો પ્રત્યે વંશીય ભેદભાવ અંગેની ડિબેટમાં આખી ચર્ચા ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન તરફ વાળીને મુદ્દાને રફેદફે કરવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને પણ લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વાત એક છે કે, લંડનમાં બીબીસી એશિયન નેટવર્કના આયોજિત રેડિયો કાર્યક્રમ ‘બિગ ડિબેટ’ શો દરમિયાન એક કોલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા માટે અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ ઘટનાનો વિડીયો twitter  પર શેર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ટિપ્પણી કરી રહ્યા છે અને તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો પ્રેઝેન્ટેટર અને આ બીબીસી રેડિયો શોના સંગઠન બંનેની આકરી ટીકા કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે બીબીસીએ આ વાંધાજનક કોમેન્ટને ઓન એર જવા દીધી. ખરે ખર તો BBC એ આવી કોમેન્ટ બાદલ માફી માંગવી જોઈએ. 

આ ઓડિયો વાયરલ થયા બાદ ટ્વિટર પર બોયકોટ બીબીસી ટોપ ટ્રેન્ડ પર પહોંચી ગયું છે. ભારતની સાથે સાથે ચીનમાં પણ મોટી સંખ્યામાં લોકો બીબીસી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. બીબીસીએ હજી સુધી આ સમગ્ર ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply