જમનાબાઇ જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO અને મેડિકલ ક્લાર્ક 1500ની લાંચ લેતા ઝડપાયા

Spread the love

મિ.રિપોર્ટર, ૨૩મી નવેમ્બર. 

મેડિકલ સર્ટિફિકેટ આપવા માટે લાંચની માંગણી કરનારા વડોદરા શહેરની જમનાબાઇ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ અને મેડિકલ ક્લાર્ક રૂપિયા ૧૫૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.

વડોદરા શહેરની જમનાબાઇ જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોકટર અતુલકુમાર પ્રભાકર ગુપ્તે અને મેડિકલ ક્લાર્ક સરોજકુમાર શિવભાલક પ્રસાદ શુક્લએ એક જાગૃત નાગરિક પાસેથી ફરજ પર ગેરહાજરી બાબતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ  માંગ્યું હતું. જેના માટે બંને આરોપીઓએ ૧૫૦૦ રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. જોકે ફરિયાદીએ આ રૂપિયા આપવા ન હોવાથી તેણે એસીબીને જાણ કરી હતી. એસીબીના મદદનીશ  નિયામક એન.પી.ગોહિલના સુપરવિઝનમાં જે.એમ.ડામોર અને સ્ટાફે  ડિકોય કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.