બરોડા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક બોટલનું વર્ટિકલ ગાર્ડન બનાવ્યું : વર્ટિકલ ગાર્ડન થી 92% પાણીની બચત થાય છે

બરોડા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક બોટલનું વર્ટિકલ ગાર્ડન બનાવ્યું
Spread the love

3.5 વર્ષમાં 45 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરી 6 લાખ છોડ રોપ્યાં : બરોડા હાઇસ્કુલ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે આ પહેલ કરવામાં આવી

એજ્યુકેશન- મિ.રિપોર્ટર, ૧૪મી સપ્ટેમ્બર. 

દેશમાં પ્રદુષણ નું સ્તર વધી રહ્યું છે, આવામાં દરેક વ્યક્તિ પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આગળ આવીને પ્રયત્ન કરવા જોઈએ. એક દિવસ મારા પુત્રએ પણ મને પ્રદુષણ અંગે અનેક સવાલ કર્યા તે બાદ મને પણ તેને કેવી રીતે નાનકડા પ્રયાસ વડે સુધારી શકાય તેનો અભ્યાસ કરી ને પ્લાસ્ટિક બોટલનું વર્ટિકલ ગાર્ડન નો કોન્સેપ્ટ અમલમાં મુક્યો. તે પછી પુરાણો પર આધારિત પંચવટી અને નાનક વનના વિષયોને આધારે સાડા ત્રણ વર્ષમાં 45 ટન પ્લાસ્ટિક વેસ્ટથી 350 સ્કૂલમાં 6 લાખ 10 હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે. ત્યારે શહેરના બાળકોને પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ વેસ્ટમાંથી ગાર્ડન કેવી રીતે બનાવવો તે શીખવાડાયું હતું. જેનાથી 92% પાણીનો બચાવ થાય છે આ શબ્દો છે, પંજાબના ગ્રીનમેન તરીકે જાણીતા આઈ.આર.એસ. રોહિત મહેરાના. 

ગ્રીનમેન તરીકે જાણીતા આઈ.આર.એસ. રોહિત મહેરાએ લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઈન દ્વારા ગ્રીન ક્લીન વડોદરા ઇવેન્ટના ભાગરૂપે બરોડા હાઈસ્કૂલ અલકાપુરી અને દંતેશ્વરના વિદ્યાર્થીઓ માટે આયોજિત સીડ બોલ વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક બોટલની વડે કેવી રીતે  વર્ટિકલ ગાર્ડન બનાવી શકાય તેની તાલીમ આપી હતી. 

બે લિટરની ભંગાર બોટલ ભેગી કરાશે

લાયન્સ ક્લબ મેઈનના પ્રેસિડન્ટ ડો. મિત્તલ પટેલે જણાવ્યુ હતું કે, વડોદરામાં પાંચ જગ્યાએથી પ્લાસ્ટિક બોટલોમાંથી વર્ટિકલ ગાર્ડન બનાવ્યો છે. જેમાં ક્લબની ઓફિસ ગદાપુરા, બરોડા અને નવરચના સ્કૂલ છે. શહેરજનોને અપીલ છે કે ક્લબની ઓફિસ ખાતેમાં 2 લિટરની બોટલ જમા કરાવે. જેનાથી વર્ટિકલ ગાર્ડનનું નિર્માણ થઇ શકે.