Bank Holiday : ફેબ્રુઆરીમાં કેટલા દિવસ બંધ રહેશે બેંક ? જુઓ રજાઓની યાદી…

www.mrreporter.in
Spread the love

મુંબઈ-મી.રીપોર્ટર, ૨૮મી જાન્યુઆરી.

તમે કોઈ વેપાર કે બિઝનેશ કરો છે અથવા બેંક સાથે લેવડદેવડ વધુ પ્રમાણમાં કરી રહ્યા છો તો આ સમાચાર આપના માટે અગત્યના છે. ટુંક સમયમાં જ ફેબ્રુઆરી નો મહિનો શરુ થશે,  એકવાર કેલેન્ડર પર જરૂર નાખી દો.  ફેબ્રુઆરીમાં કયા દિવસે બેંક બંધ રહેશે, જેથી તમે તમારી બેંક સાથે જોડાયેલા કામ પહેલાં કરી લો અથવા પછી તારીખ ફિક્સ કરી લો, જેથી આપને કોઈ મુશ્કેલીઓ ના પડે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 માર્ચમાં નાણાકીય વર્ષ પુરૂ થાય છે. 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ  રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંક (Bank) કેટલા દિવસ બંધ રહેવાની છે.  ફેબ્રુઆરીમાં 8 દિવસ બેંક બંધ રહેશે . જોકે બેંકની શાખાઓ ભલે બંધ રહે પરંતુ તમે ઇન્ટરનેટ બેકિંગ દ્રારા પોતાના ઘણા કામ પતાવી શકો છો.

દેશમાં ક્યાં દિવસે બેંક બંધ રહેશે ?

12 ફેબ્રુઆરી 2021: શુક્રવાર-સોનમ લોસાર- સિક્કિમ
13 ફેબ્રુઆરી 2021: બીજો શનિવાર
15 ફેબ્રુઆરી 2021: સોમવાર- લુઇ નગાઇ ની- મણિપુર
16 ફેબ્રુઆરી 2021: મંગળવાર- વસંત પંચમી- હરિયાણા, ઓડિશા, પંજાબ, ત્રિપુરા અને પશ્વિમ બંગાળ
19 ફેબ્રુઆરી 2021: શુક્રવાર – છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ – મહારાષ્ટ્ર
20 ફેબ્રુઆરી 2021: શનિવાર- અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ સ્ટેટ ડે- અરૂણાચલ અને મિઝોરમ
26 ફેબ્રુઆરી 2021: શુક્રવાર – હઝરત અલી જયંતિ- ઉત્તર પ્રદેશ
27 ફેબ્રુઆરી 2021: ચોથો શનિવાર- ગુરૂ રવિદાસ જયંતિ- ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.