બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપુની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી, ‘1 કરોડ મોકલાવો નહીં તો પટેલને રાજ કરવા નહીં દઉં’

www.mrreporter.in

ગાંધીનગર-મી.રિપોર્ટર, ૨૫મી નવેમ્બર.

બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપુએ નવા નિમાયેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 11 દિવસમાં ‘1 કરોડ મોકલાવો નહીં તો પટેલને રાજ કરવા નહીં દઉં’ અને `રૂ.1 કરોડ નહી આપે તો અકસ્માતમાં મોત થવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ છે.’ ધમકીવાળો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ એકદમ તોછડી ભાષામાં રાજ્યના સીએમને ઉદ્દેશીને ધમકી આપી રહ્યા છે. તેઓએ વિડીયોમાં કહી રહ્યા છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું વાવના રામકથાકાર બટુક મોરારી બાપુ બોલી રહ્યો છું, વાવ બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી બાપુ… તેમને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો છે.

રામકથાકાર બટુક મોરારી બાપૂએ સીએમને ધમકી આપતા કહ્યું કે, 11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ, અને તમે (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) પણ અકસ્માતમાં માર્યા જશો તેવી ધમકી અપાઈ હતી. તમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીને મને 1 કરોડ મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલું છું. મહેશ ભગત….

આ ધમકીવાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજીબાજુ આ ધમકીવાળા વિડીયો બાદ રામકથાકાર બટુક મોરારી બાપૂ નો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply