બાલાજી વેફર્સ ઉત્તરપ્રદેશમાં રૂ. 600-700 કરોડનું રોકાણ કરી 100 એકરમાં ફૂડ પાર્ક બનાવશે

www.mrreporter.in
Spread the love

બિઝનેશ – મી.રિપોર્ટર, 25મી  ડિસેમ્બર. 

ગુજરાત-રાજકોટના વેફર્સ કિંગ તરીકે જાણીતા રાજકોટની બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ હવે ગુજરાત બહાર એનો બીજો પ્લાન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. બાલાજી વેફર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં રાજકોટ અને વલસાડમાં પ્લાન્ટ છે. કંપનીનો એક પ્લાન્ટ મધ્યપ્રદેશના ઇન્દોરમાં કાર્યરત છે અને ઉત્તર ભારતમાં માર્કેટ ઊભું કરવા માટે અમે UPમાં એક ફૂડ પાર્ક બનાવવા માગીએ છીએ.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બાલાજી વેફર્સના ડિરેક્ટર કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે અમે ઉત્તરપ્રદેશમાં કાનપુર અને લખનઉ પાસે અમુક જગ્યાઓ જોઈ છે અને ટૂંક સમયમાં એ અંગે નિર્ણય પણ લેવાશે. 100 એકર ફૂડ પાર્કના પ્રોજેક્ટમાં અમે લગભગ રૂ. 600-700 કરોડનું રોકાણ કરીશું. આ રોકાણનો અમુક ભાગ અમે ઇન્ટર્નલ સોર્સમાંથી ઊભો કરીશું, જયારે અમુક ફંડ બેંક પાસેથી મેનેજ કરીશું.

તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, કંપની હાલ ગુજરાત અને મધ્યપ્રદેશના પ્રોડક્શન પ્લાન્ટમાંથી ઉત્તર ભારતનો અમુક ભાગ કવર કરે છે. UPમાં પ્રોડક્શન શરૂ થશે તો કંપની માટે ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં સપ્લાઇ કરાવી સરળ થઈ જશે. બાલાજી વેફર્સના જણાવ્યા પ્રમાણે, આ રાજ્યોમાં પેક્ડ વેફર્સ અને સ્નેક્સની સારીએવી માગ રહે છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.