બાબા રામદેવનું વિવાદિત નિવેદન: ‘બેથી વધુ બાળકો હોય તેમનો મતાધિકાર પાછો ખેંચો’

Spread the love

મિ.રિપોર્ટર,  ૭મી નવેમ્બર

યોગ અને પતાંજલિ ઉત્પાદકો સિવાય પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા યોગગુરુ સ્વામી રામદેવે વધુ એક નિવેદન આપ્યું છે. રામદેવે કહ્યું કે, જે લોકો બેથી વધુ બાળકો પેદા કરે તેમનો મતાધિકાર પાછો ખેંચી લેવો જોઈએ. ઉપરાંત રામદેવે પોતાનું ઉદાહરણ આપીને કહ્યું કે, જે વ્યક્તિ મારી જેમ લગ્ન ન કરે તેને સમાજમાં વિશેષ સન્માન મળવું જોઈએ.

હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન વખતે બાબા રામદેવે કહ્યું કે, “આ દેશમાં જે વ્યક્તિ મારી જેમ વિવાહ ન કરે તેમનું વિશેષ સન્માન થવું જોઈએ. લગ્ન કરે તો પણ 2થી વધુ બાળકો પેદા ન કરે. જે 2થી વધુ બાળકોને જન્મ આપે તેમનો મતાધિકાર પરત ખેંચી લેવો જોઈએ.”