કોરોના સામે લડવા હવે અઝીમ પ્રેમજી મેદાનમાં : Wipro, અઝિમ પ્રેમજી ફાઉન્ડેશન રૂપિયા 1,125 કરોડ લોકોની સેવામાં ખર્ચ કરશે

 
બેંગલુરુ- મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ. 
 
કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થતા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોર્પોરેટ જગત, બોલીવુડ અને સ્પોર્ટ્સના અગ્રણીઓ ને  કોરોના સામે લડવા માટે દાન કરવાની અપીલ સોશિયલ મીડિયા પર કરી હતી. વડાપ્રધાન ની અપીલની અમુક જ મીનીટમાં બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે તરત જ રૂપિયા ૨૫ કરોડ આપવાની બાંયધરી આપી હતી. આ પછી તો કોર્પોરેટ જગત, બોલીવુડ અને સ્પોર્ટ્સ સ્ટારે પણ  પીએમ કેર્સ ફંડમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હતા.  
 
હવે  વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ અને એઝીમ પ્રેમજી ફાઉન્ડેશને બુધવારે જાહેરાત કરી કે, તે બધા મળીને 1,125 કરોડ રૂપિયા કોરોના સામે લડવા માટે આપશે. જોકે, વિપ્રો જૂથે આ રકમ પીએમ કેર્સ ફંડમાં આપવાની વાતન નથી કરી. જૂથ આ રકમ પોતાના ફાઉન્ડેશન દ્વારા ખર્ચ કરશે.

હવે  WhatsApp પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પીએમ કેર્સ ફંડમાં કરોડો રૂપિયા જમા કંપનીએ શું કહ્યું?

વિપ્રો જૂથે બુધવારે એક સ્ટેટમેન્ટ ઈશ્યૂ કરી કહ્યું કે, ‘કોવિડ-19થી ઊભા થયેલા અભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને માનવીય સંકટને જોતા વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મળીને 1125 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ રૂપિયા પ્રભાવિત વિસ્તારોમાં માનવીય સહાય, સ્વાસ્થ્ય સુવિધાઓને વધારવામાં લગાવાશે. તેને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના 1600 કર્મચારીઓની ટીમ લાગુ કરશે.’

કંપનીના કહેવા મુજબ, આ 1125 કરોડ રૂપિયામાંથી 100 કરોડ રૂપિયા વિપ્રો લિમિટેડ, 25 કરોડ રૂપિયા વિપ્રો એન્ટરપ્રાઈઝીસ અને 1000 કરોડ રૂપિયા અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે.

પીએમ કેર્સ ફંડમાં દાન આપવા  ઉદ્યોગપતિઓની લાઈન લાગી 

કોરોના વાઈરસ સામે લડવા માટે પીએમ મોદીએ પીએમ કેર્સ ફંડ બનાવાયાની જાહેરાત કરી હતી અને દેશવાસીઓને કોરના સામે લડવા માટે વધુમાં વધુ દાન કરવા અપીલ કરી હતી. તે પછી આ ફંડમાં દાન કરવા માટે કોર્પોરેટથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધીનાઓમાં હોડ લાગી ગઈ. ટાટા જૂથે 1500 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમા 500 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત મોટા કોર્પોરેટ હાઉસો જેવા કે, અદાણી, વેદાંતા જૂથ, પેટીએમ, જિંદાલ જૂથ, એલ એન્ડ ટી વગેરેએ કરોડો રૂપિયા દાન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply