કોરોના થી બચવા અકસીર ઈલાજ : ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની 100% સફાઇ થઇ શકે, વાંચો કયો છે ઈલાજ !

www.mrreporter.in
Spread the love

હેલ્થ- મી.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ.

દેશમાં કોરોના ના ૩ લાખ થી પણ વધુ કેસ નોધાઇ ગયા છે. રોજ સતત તેમાં વધારો થઇ રહ્યો છે. ૨ હજાર થી વધુ લોકો ના એક જ દિવસમાં કોરોના ના લીધે મોત થઇ રહ્યા છે. કોરોના ની આ મહામારીમાં પોતાની અને પરિવારની જિંદગી બચાવવા માટે હવે લોકોએ ઘણી જ સાવધાની રાખીને ઘરગથ્થુ જે ઉપચાર છે કે જે કોરોના સામે ઈમ્યુનિટી ને વધારે છે તેના તરફ ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

દરેક વ્યક્તિ મેડીકલ ના તોતિંગ સારવારના ખર્ચ ને પહોચી વળતો નથી. આવામાં જો સ્વાસ્થ્ય સારું રાખીશું તો હોસ્પીટલમાં જવાની નોબત જ નહિ આવે. કેમકે દેશના મોટા ભાગના રાજ્યોમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે મોટી સંખ્યામાં લોકો આંખોમાં બળતરા, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. આ ઝેરી હવા ફેફસાંને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. 

www.mrreporter.in

એમાય હવે તો કોરોના પણ  શરીર પર સૌથી એટેક ફેફસાં પર જ કરે છે. ફેફસાં ને ડેમેજ કરવાને લીધે મોટાભાગના લોકો સારવાર છતાં પણ કોરોના સામે જંગ હારી જાય છે. આવા સમયમાં તમારા ફેફસાંને સાફ રાખવાની સાથે શરીરને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે. ફેફસા ને કુદરતી રીતે ડિટોક્સ કરવું એ પણ ખૂબ મહત્વનું છે. આજે અમે તમને કેટલાક  ઘરેલુ ઉપચાર બતાવીશું કે, જેના દ્વારા તમે તમારા રીતે ફેફસાંને સાફ રાખી શકો છો.

ફેફસા ને કુદરતી રીતે ડિટોક્સ કઈ રીતે કરી શકાય ?

ફેફસાંને સાફ કરવા માટે સ્ટીમ થેરેપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જ્યારે વરાળ શ્વાસ દ્વારા અંદર લેવામાં આવે છે, ત્યારે હવાનો માર્ગ ખુલે છે, અને ફેફસામાં લાળ પણ બહાર આવે છે.  દરરોજ સ્ટીમ થેરેપીનો ઉપયોગ કરો જેથી ફેફસાં દૂષિત થવાથી મુક્ત રહે.

એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો અને લવિંગ રૂમાલ માં પોટલી બનાવી ૧૦ થી ૧૫ વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની. આનાથી ર૪ કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ થાય છે.

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. તે વજન ઘટાડવું, પાચનક્રિયામાં સારી રીતે અને ફેફસાને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે. એન્ટી ઓકિસડન્ટોથી ભરપૂર ગ્રીન ટી ફેફસામાં બળતરા અને ખંજવાળને દૂર કરીને ફેફસાની નાજુક પેશીનું રક્ષણ કરવાનું કામ કરે છે.

મધ, જે એન્ટી ઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે, તે ફેફસાની બળતરા અને ફેફસા નો કચરો દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. મધ અસ્થમા, ક્ષય રોગ, ગળાના ચેપ અને ફેફસાંને રાહત સહિતના ઘણા શ્વસન રોગોને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. દરરોજ 1 ચમચી મધનું સેવન ફેફસાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હળદર, આદું અને લસણ દ્વારા પણ ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે. ૧ લીટર પાણી, ૨ ચમચી હળદર, ૧ આદુનો નાનો ટૂકડો, થોડું લસણ છીણીને ટૂકડા કરેલું અને થોડો ગોળ. આ ઉપચાર માટે સૌથી પહેલા ગેસ પર એક વાસણ માં ૧ લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં ગોળ નાખી દો. અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દો.

ત્યાર પછી આ મિશ્રણને થોડા સમય માટે ઉકળવા દેવાનું છે. ઉકળી ગયા પછી તેને થોડા સમય માટે ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને એક પેક્ડ વાસણમાં ભરી ફ્રીઝમાં રાખી દો. હવે આ બનાવેલી વસ્તુને તમારે રોજ સવારે બે ચમચી અને સાંજે બે ચમચી એમ સેવન કરવાનું છે જેનાથી ફેફસા સાફ રહેશે.

ફેફસાને સાફ રાખવા માટે પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને પછી તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખવું, ત્યાર પછી તેમાં મધ નાખી ને ચા બનાવી લેવી. આ ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને ફેફસા ને લગતી કોઈ બીમારી થતી નથી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.