કોરોના થી બચો : ગુજરાતમાં કોરોનાના ત્રણ વેરિયંટ સક્રિય, સુરક્ષિત રહેવા હવે એક માસ્ક ના બદલે ડબલ માસ્ક પહેરો, કેમ વાંચો ?

www.mrreporter.in
Spread the love

વડોદરા-મી.રિપોર્ટર, ૩જી મે. 

વડોદરા સહિત ગુજરાતમાં કોરોના નો કહેર સતત વધી રહ્યો છે. કોરોના થી હજુ પણ છુટકારો નથી મળી રહ્યો ત્યારે કોરોના વાઈરસ અંગેના નિષ્ણાત તબીબોના મતે ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાથી કોરોના વાયરસના ત્રણ વેરિયંટ ફેલાયેલા છે. ખુદ GISAIDની વેબસાઈટ પર આપેલી માહિતીમાં ઉલ્લેખ છે. GISAIDએ દુનિયાભરની કોરોનાના માહિતી રાખતું એક મોટું પ્લેટફોર્મ છે. આવા સંજોગોમાં માત્ર એક માસ્ક પહેરવો ન જોઈએ, પણ હવે ડબલ માસ્ક પહેરવાની સાથે જો તમારા ઘરે મહેમાન આવે, કુરિયર આપવા આવે કે ફુડ ડીલીવરી કરવા માટે જો કોઈ ઘરે આવે ત્યારે ચુસ્ત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. જો આટલું કરવામાં આવે તો આપણે તો ખરા પણ આપણે આપણા પરિવારને પણ કોરોના ની મહામારી માંથી બચાવી શકાય છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

 GISAIDની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ, ઈન્ડિયન SARS-CoV-2 કન્સોર્ટિઅમ ઓન જિનોમિક્સ (INSACOG)ના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ગુજરાતમાં મળી આવેલા કોવિડ વેરિયન્ટ્સની માહિતી GISAIDને આપવામાં આવી હતી.અત્રે ઉલ્લખેનીય છે કે,  INSACOG 10 રાષ્ટ્રીય લેબોરેટરિનું ગ્રુપ છે જેની સ્થાપના કેંદ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. GISAID પ્લેટફોર્મને જર્મનીની સરકાર સંભાળે છે, જ્યારે સિંગાપોર અને યુએસ તેના ઓફિશિયલ હોસ્ટ છે. જે ઈન્ફ્લુએન્ઝા વાયરસ અને કોવિડ-19 મહામારી માટે જવાબદાર કોરોના વાયરસના જેનોમિક ડેટા પૂરા પાડે છે.

GISAIDની વેબસાઈટ પર મુકાયેલી માહિતી મુજબ, દેશમાં  SARS-CoV-2 B.1.617 ડબલ મ્યૂટન્ટના 34 વેરિયંટ છે. B.1.525 SARS-CoV-2નો એક વેરિયંટ છે, જે સૌથી પહેલા ડિસેમ્બર 2020માં નાઈજિરિયા અને યુકેમાં જોવા મળ્યો હતો. આ સિવાય B.1.351ના ચાર અન્ય વેરિયંટ છે જે મુખ્યત્વે સાઉથ આફ્રિકામાં જોવા મળ્યા છે.

ગત અઠવાડિયે INSACOGએ GISAIDને જાણકારી આપી હતી કે, ડબલ મ્યૂટન્ટ B.1617+ કોરોના વાયરસના 529 વેરિયંટ મહારાષ્ટ્રમાં, 62 વેરિયંટ કર્ણાટકમાં અને 133 વેરિયંટ પશ્ચિમ બંગાળમાં છે. ગુજરાતનો વાયરોલોજીકલ ડેટા GISAIDને ફેબ્રુઆરીમાં સોંપવામાં આવ્યો હતો. GISAIDના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં B.1617ની સૌપ્રથમ હાજરી આ વર્ષે 2 ફેબ્રુઆરીએ નોંધાઈ હતી. પોઝિટિવ આવેલા ત્રણ સેમ્પલમાં ડબલ મ્યૂટન્ટ વાયરસ હતો. 3 ફેબ્રુઆરીએ બીજા બે સેમ્પલમાં ડબલ મ્યૂટન્ટની હાજરી જોવા મળી અને પછી 6 ફેબ્રુઆરીએ વધુ ત્રણ સેમ્પલમાં ડબલ મ્યૂટન્ટ વાયરસ જોવા મળ્યો હતો.

મ્યૂટન્ટ વાયરસથી બચવા માટે આટલું કરો

– ડબલ માસ્ક પહેરવાથી કોવિડ સંક્રમણનું જોખમ 95 ટકા સુધી ઘટાડી શકાય છે. ડબલ માસ્ક વચ્ચેની જગ્યામાંથી હવાની અવરજવર રોકે છે અને ચહેરા પર બરાબર ફિટ થાય છે.
– થ્રી-લેયર માસ્કની ઉપર કપડાનું માસ્ક પહેરવું અથવા N95 અને સર્જિકલ માસ્ક સાથે પહેરવું યોગ્ય છે.
– જો પરિવારમાં કોઈ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોય તો તે વ્યક્તિ ઘરની અંદર પણ માસ્ક પહેરી રાખે તે જરૂરી છે, જેથી અન્ય સભ્યો સંક્રમિત ના થાય.
– જો તમારા ઘરે કોઈ મહેમાન કે કામ માટે બહારથી કોઈ વ્યક્તિ આવતી હોય તો 30 મિનિટ સુધી માસ્ક પહેરી રાખવું કારણકે એરોસોલ હોવાની સંભાવના છે.

શું અચૂક યાદ રાખશો ? 

– બે વ્યક્તિઓ માસ્ક પહેર્યા વિના સાથે ઊભા રહે તો ઈન્ફેક્શન લાગવાનું જોખમ 90 ટકા જેટલું વધી જાય છે. જ્યારે સંક્રમિત ના હોય તેવા વ્યક્તિએ માસ્ક પહેરેલું હો તો ચેપ લાગલાવાનું જોખમ 30 ટકા સુધી ઘટી જાય છે.
– તમે બીમાર વ્યક્તિ પાસે જઈને આવ્યા હો તો 30 મિનિટ સુધી માસ્ક પહેરી રાખો (જો તમારી ઈન્યૂનિટી નબળી હોય તો), કારણકે શક્ય છે કે જ્યારે દરવાજો ખુલ્લો હોય ત્યારે એરોસોલ રૂમમાંથી બહાર નીકળ્યા હોય.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.