ઓટો રેસિંગ એ જાહેર રસ્તા પર રમવાની રમત નથી, રેસરો કાયદેસરના આયોજનોમાં જ ભાગ લેવો જોઈએ..

Auto racing is not a public road game, racers must participate in legal events.

રવિવારે ગુજરાતમાં પ્રથમવાર ફ્લડ લાઇટમાં ઇન્વિટેશનલ સુપર ક્રોસનું આયોજન:મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પ્રસ્થાન કરાવશે

સ્પોર્ટ્સ – મિ.રિપોર્ટર, ૧૬મી જાન્યુઆરી

આગામી રવિવારે ગુજરાતમાં પ્રથમવાર ફ્લડ લાઇટમાં વડોદરા ઇન્વિટેશનલ સુપરક્રોસ ૨૦૨૦ ની આયોજન કરવામાં આવ્યું છે. આ સુપરક્રોસ ઇવેન્ટનું પ્રસ્થાન રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કરાવશે. આ સુપરક્રોસ ઇવેન્ટમાં ભારતના ૨૮ જેટલા ટોચના રેસરના કૌશલ્યો જોવા અને માણવા મળશે. ગુજરાતમાં આ પ્રકારની રાત્રિ રેસ પ્રથમવાર વડોદરામાં યોજાઈ રહી છે. 

 પ્રથમવાર ફ્લડ લાઇટમાં વડોદરા ઇન્વિટેશનલ સુપરક્રોસ ૨૦૨૦ ના આયોજન અંગે પત્રકાર પરિષદમાં  પ્રયોજક સંસ્થાઓ વતી જાણકારી આપતા ભૂતપૂર્વ મોટોક્રોસ ચેમ્પિયન વીર પટેલ અને ઇશાન લોખંડે એ જણાવ્યું કે, વડોદરા પછી ગુજરાતના વિવિધ શહેરોમાં કાયદેસરની ઓટો રેસિંગ ને નવી રમતને પ્રચલિત અને લોકપ્રિય બનાવવાનો છે. વડોદરા ઇન્વિટેશનલ સુપરક્રોસ લીગનું આયોજન ધી ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ કલબ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ અને ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન ના નિયમો અને માર્ગદર્શનો હેઠળ કરવામાં આવ્યું છે જેમાં બરોડા ઓટોમેટિવ રેસિંગ નો સહયોગ મળ્યો છે. ૧૯ મી જાન્યુઆરીના રોજ સાંજના ૫ વાગે જૂના પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ વિનસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ નો મુખ્યમંત્રીશ્રી સાંજના ૬ વાગે શુભારંભ કરાવશે અને પછી ઇન્ટરનેશનલ રાઇડર્સ ની રેસને પ્રસ્થાન કરાવશે. જે આંતરરાષ્ટ્રીય રેસિંગ ના અનુભવ સાથે મનોરંજન માણવાની તક પ્રેક્ષકોને આપશે.

This slideshow requires JavaScript.

ભૂતપૂર્વ મોટોક્રોસ ચેમ્પિયન વીર પટેલ અને ઇશાન લોખંડે એ ક્રેઝ હેઠળ જાહેર રસ્તાઓ પર ઓટો રેસિંગ કરતા યુવાનો ને ચેતવતા જણાવ્યું છે કે આ ઘણું જોખમી છે અને રેસર ની સાથે રાહદારીઓને મુશ્કેલીમાં મૂકે છે.ઓટો રેસિંગ એ જાહેર રસ્તા પર રમવાની રમત નથી.એના માટે વિશેષ પ્રકારની સુવિધાઓ ધરાવતા મેદાનો જરૂરી છે.આ એક મોંઘી રમત છે જેની ખાસ તાલીમ હાલમાં વિદેશોમાં જ આપવામાં આવે છે.આ નવી રમતને લોકપ્રિય બનાવવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં વધુ પ્રોત્સાહન અને પીઠબળ મળવું જરૂરી છે.

 

 

Leave a Reply