ઑસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગમાં બેઘર બનેલા ક્વિન્સલેન્ડના વ્યક્તિ ને કિસ્મતે રાતોરાત બનાવ્યો કરોડપતિ!..વાંચો..

Australia's forest fires make millionaires homeless over a millionaire overnight!
Spread the love
 
ઑસ્ટ્રેલિયા- સોશિયલ મીડિયા, ૯મી જાન્યુઆરી. 
 
ઉપર વાળો જો એક હાથે લઇ લે છે, તો બીજા હાથે આપે પણ છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિ સાથે બની છે. છેલ્લા ૪-૫ મહિના થી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગના કારણે 2 હજારથી વધુ લોકોના ઘર બળીને રાખ થઈ ગયા છે. પોતાનું મહામહેનતે ઉભુ કરેલું ઘર છીનવતા 
હજારો લોકો કેમ્પમાં નિરાશા અને હતાશાના ભાવ  વચ્ચે જીવન વિતાવી રહ્યાં છે.  આ બધાની વચ્ચે ક્વિન્સલેન્ડનો એક વ્યક્તિ એવી છે કે જેને ભીષણ આગમાં પોતાનું ઘર ગુમાવી દીધું છે, ત્યાં  કિસ્મતે ફરીવાર જીવનની શરૂઆતમાં કરવાની એક તક આપી છે. આ વ્યક્તિને લૉટરી લાગી છે, એ પણ પૂરા 1 મિલિયન ડૉલર એટલે કે, 7.1 કરોડ રૂપિયાની.
 
કરોડો રૂપીયાની લોટરી લાગ્યા બાદ ક્વિન્સલેન્ડના વ્યક્તિએ જણાવ્યું હતું કે,  ઈશ્વરના આર્શીવાદના પગલે જ કિસ્મત મારા પર મહેરબાન થઈ છે. આ એક એવા સમયે થયું છે જ્યારે મારે અને મારા પરિવારે તેની સૌથી વધુ જરૂર હતી.’  લૉટરી ખરીદતી વખતે તેણે પોતાની પત્નીના લકી નંબરનું ધ્યાન રાખ્યું હતું. લૉટરીમાં તેણે જે નંબર લીધા હતા તે 9,42,24,13,22 અને 11 હતા, જ્યારે 26 અને 1 પૂરક અંકો હતા. લૉટરીની રકમથી તે પોતાની જિંદગી નવેસરથી શરૂ કરવાનું વિચારી રહ્યો છે. તે નવું ઘર અને વસ્તુઓ ફરી વાર લેશે જે તેની પાસે હતી. જોકે, તેણે એ વાતનું દુ:ખ પણ વ્યક્ત કર્યું કે, હજારો લોકો તેની જેમ કિસ્મતવાળા નથી અને આગે લોકોના વર્તમાન અને ભવિષ્યને બરબાદ કરી નાખ્યા છે.

આગમા 25 લોકો, 50 કરોડ પશુ-પક્ષીઓના મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગના લીધે અત્યાર સુધી 25 લોકોના આગને કારણે મોત થયા છે જ્યારે 50 કરોડથી પણ વધુ પશુ-પક્ષીઓ મોતને ઘાટ ઉતરી ચૂક્યા છે. CNBCના રિપોર્ટ અનુસાર, 12,350,000 એકર જમીનને વિનાશકારી આગે પોતાની લપેટ લઈ લીધી છે.