વડોદરાના પાખંડી પ્રશાંતની ઓડિયો-ક્લિપ વાઇરલ, યુવકને ધમકી આપી, ‘હવે તને બતાવીશ કે હું કોણ છું’, યુવકે કહ્યું: ‘તું તો નિત્યાનંદની કેટેગરીનો છે’

www.mrreporter.in
Spread the love

વડોદરા- ક્રાઈમ, ૧૧મી નવેમ્બર. 

વડોદરાની કિશોરી દુષ્કર્મ કેસના આરોપી અને  પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાયનાં કરતૂતોનો વિડિયો વાઇરલ થયા બાદ હવે તેની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. આ ઓડિયો-ક્લિપમાં  પાખંડી પ્રશાંત ઉપાધ્યાય ફોન કરનાર યુવકને ગાળો બોલી ને અને ધમકીઓ આપે છે.   તો સામે ફોન કરનાર યુવક  પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને ગુરુ માનવાનો ઇન્કાર કરી દે છે અને કહે છે, તું ગરજ મતલબી માણસ છે, તને તો ગુરુ પણ ન કહેવાય, તું નિત્યાનંદની કેટેગરીનો માણસ છે. તારાથી થાય એ કરી લેજે એમ કહી ને ફોન કાપી નાંખે છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

તમે સાંભળ્યો ઓડિયો ? ના સાંભળ્યો હોય તો સાંભળો….

 

અત્રે ઉલ્લેખનીય છે કે, પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે  2013થી 2017ના ગાળામાં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યું હતું. આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ નોંધાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વિડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દિશા જોનને ઝડપી લઇ તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યાર બાદ જેલહવાલે કરવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ અને ઠગાઇના કેસમાં જેલમાં રહેલા પ્રશાંતના પણ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે દરમિયાન પોલીસે તેની પૂછપરછ કરી હતી. આજે 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી પ્રશાંત ઉપાધ્યાયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.