ધર્માંતરણના ફંડિંગમાં વડોદરાના ફતેગંજમાં આવેલા ક્રૃષ્ણદિપ ટાવરમાં રહેતા સલાઉદ્દીન શેખના ઘર-ઓફિસમાં સર્ચ, ATS એ આઇપેડ કબજે કર્યું

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-વડોદરા, ૧લી જુલાઈ

ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ કરાવવા માટે કરાઈ રહેલા ફડિંગ મામલે ઉત્તરપ્રદેશ અને ગુજરાત ATS દ્વારા  પકડાયેલા વડોદરાના નિવાસી  અને મુસ્લિમ મેડિકલ સેન્ટરના ટ્રસ્ટી સલાઉદ્દીન  શેખને આજે  ચુસ્ત બંદોબસ્ત સાથે વડોદરામાં સર્ચ ઓપરેશન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં સલાઉદ્દીન  શેખની  ટ્રસ્ટની ઓફિસમાંથી ATS દ્વારા એક આઇપેડ કબજે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સમગ્ર દેશમાં હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવવા માટેનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશ ATS દ્વારા ફડિંગ કરતા બે ઉપરાંત વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેઓની તપાસમાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ ક્રૃષ્ણદિપ ટાવરમાં રહેતા સલાઉદ્દીન શેખનું નામ ખુલ્યું હતું. ઉત્તરપ્રદેશ ATS અને ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખ અંગે વોચ ગોઠવી તેઓની વિગતો મેળવી હતી.

www.mrreporter.in

જેમાં સલાઉદ્દીન શેખે રૂપિયા 30 લાખ ટ્રાન્સફર કર્યાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. દરમિયાન યુ.પી. અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે વોચ ગોઠવી બે દિવસ પહેલાં સલાઉદ્દીન શેખની વડોદરા-અમદાવાદ હાઇવે ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી.

ધર્માંતરણ માટે ફડિંગ કરવાનો આરોપ ધરાવતા વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ બાદ તેણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટેમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ATS ટીમની દલીલોને ધ્યાનમાં લઇને આરોપીને 3 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. રિમાન્ડ મળ્યા બાદ આજે ATSની ટીમ વધુ તપાસ માટે સલાઉદ્દીન શેખને સાથે રાખી વડોદરામા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

સલાઉદ્દીન શેખને વડોદરા લઇને આવેલી ATSની ટીમે તેના ફતેગંજ સ્થિત નિવાસસ્થાન તેમજ તેઓ મુસ્લિમ મેડિકલ સેન્ટરનો ટ્રસ્ટી હોવાથી ટ્રસ્ટની પાણીગેટ ખાતે આવેલી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ટ્રસ્ટની ઓફિસમાં તપાસ દરમિયાન ATSએ એપલ કંપનીનુ આઈપેડ જપ્ત કર્યુ હતુ. ત્યાર બાદ ફતેગંજમાં આવેલા કૃષ્ણદીપ ટાવરમાં ત્રીજા માળે સર્ચ કરવામાં આવ્યુ હતું. ATSની ટીમે આરોપીના ઘરમાં પણ ખૂણેખૂણે તપાસ કરી હતી. તે બાદ આરોપી સલાઉદ્દીન શેખને વડોદરા શહેર SOGની ઓફિસ લઈ જવામા આવ્યો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.