બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની મદદ : `મિશન મંગલ’ના ડાયરેક્ટર જગન શક્તિની બ્રેન સર્જરીનો બધો ખર્ચ ઉઠાવ્યો

Spread the love

બોલીવુડ- મી.રીપોર્ટર, ૧લી ફેબ્રુઆરી. 

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર હજારો લોકોને મદદ કરે છે. તે ક્યારેય તેની ક્રેડીટ લેતો નથી. અક્ષય ચુપચાપ મદદ કરવામાં માને છે. થોડા સમય પહેલા તેણે ભારતના શહીદોના પરિવારની મદદ માટે ભારત કે વીર એપ્લિકેશનની શરૂઆત કરી હતી. હાલમાં જ અક્ષયે ફરી એકવાર નેક કામ કર્યું છે, જેને લઈને તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલના ડાયરેક્ટર જગન શક્તિની હાલમાં જ બ્રેન સર્જરી થઈ. અક્ષયે તેની સારવાર માટેનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, જગન શક્તિ થોડા દિવસ પહેલા ફ્રેન્ડ્સને મળવા ગયો ત્યારે એકાએક પડી ગયો હતો, જે બાદ તેને અંધેરી સ્થિત કોકીલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં ડોક્ટરોએ તેને બ્રેન ક્લોટ હોવાનું જણાવ્યું હતું. જેને ઠીક કરવા માટે સર્જરી કરવામાં આવી. સોમવારે તેની સર્જરી કરવામાં આવી અને હાલ તેની સ્થિતિ સારી છે.

Assistance of Bollywood star Akshay Kumar: 'Mission Mangal' director Jagan Shakti spends all of his brain surgery
Assistance of Bollywood star Akshay Kumar: ‘Mission Mangal’ director Jagan Shakti spends all of his brain surgery

જગન શક્તિની ડાયરેક્ટર તરીકે મિશન મંગલ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત વિદ્યા બાલન, તાપસી પન્નૂ, શરમન જોશી, નિત્યા મેનન અને કીર્તિ કુલ્હારી લીડ રોલમાં હતી. ફિલ્મે 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

જગનને હોસ્પિટલમાં ભરતી કર્યા બાદ તેને મળવા માટે પહોચનારામાં  અક્ષય કુમાર પણ સામેલ હતો.  જગને આર. બાલ્કીની ફિલ્મ પેડમેન, કી એન્ડ કા, શમિતાભ, ઈંગ્લિશ વિંગ્લિશ, પા અને ચીની કમ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યું છે.