આકાંક્ષા ને આમ તો આવા વરસાદ થી ડર નહોતો લાગતો પણ આજે એને આ વીજળીઓ ના આવાજ કાન માં વાગતા હતા….

Spread the love

એપિસોડ -43

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -42: તમે પાછલાં અંકમાં વાચ્યું… એરપોર્ટ પર આકાંક્ષા ના મમ્મી-પાપા અને એના મિત્રો એને મૂકવા જાય છે મન પર પત્થર મૂકી ને પોતાની વહાલસોયી દીકરી ને એના મમ્મી-પાપા દિલ્લી માટે વળાવે છે અને આકાંક્ષા એની મંજીલો સાથે વિમાન માં ઊંચે ઉડે છે પોતાના સપના ને કોઈ પણ હિસાબે સાચા કરવાની ધગશ લઇ ને આકાંક્ષા દિલ્લી એરપોર્ટ પર ઉતારે છે ત્યાં જ ગાડી માં એને એની એકેડેમી સુધી જવાનું હોય છે એ ગાડી ના ડ્રાઈવર પાસે થી પણ સફળતા ના આશીર્વાદ મળે છે અને ગેટ માં અંદર જતી વખતે નિર્ણય કરે છે ક જયારે અહી થી પછી જશે ત્યારે એના નામ ની આગળ IPS લખાશે જ.)

કહેવાય છે કે પ્રેમની નિષ્ફળતા કાં તો તમને બરબાદ કરે કાં તો આબાદ…….. બરબાદી તરફ જનારા લોકો ની સંખ્યા ઘણી બધી મળી જશે પરંતુ પ્રેમ માં નિષ્ફળતા મળ્યા બાદ આબાદ થનારા ઘણા ઓછા જોવા મળે છે અને આકાંક્ષા એ આબાદ થનારા ઘણા ઓછા લોકો માંથી એક હતી……કદાચ આ આબાદી નો શ્રેય હર્ષ ને જશે એને જ તો મદદ કરી હતી આકાંક્ષા ને આ દર્દ માંથી બહાર નીકળવા….હવે અહી થી આ સફર માં આકાંક્ષા એકલી જ હતી…….

દિવસો વીતવા લાગ્યા હતા આકાંક્ષા ખુબ જ મહેનત કરી રહી હતી. રાત દિવસ એની આંખો માં માત્ર એક જ સપનું રમતું હતું IPS બનવાનું. જ્યારે તમે તમારા ધ્યેય ને પૂરું કરવા મચી પાડો છો ત્યારે તમે ધારો એટલો સીધો રસ્તો નથી હોતો , ઘણી અણધારી અડચણો આવી જાય છે અને એ અડચણો ફરી થી તમને તમારા ધ્યેય થી ડગમગાવી મુકે છે કંઇક આવું જ આકાંક્ષા ની વાત માં બન્યું……

ચોમાસા ના દિવસો ચાલતા હતા……સાંજ નો સમય હતો……અને એમાં કાળા ડીબાંગ થઇ ને વાદળો એ આકાશ ને વધારે કાળું કરી નાખ્યું હતું…….ઝરમર ઝરમર થી શરૂઆત કરી ને વરસાદ અચાનક જ ધોધમાર તૂટી પડ્યો……વીજળીઓ ના કડાકા થવા લાગ્યા……આકાંક્ષા ને આમ તો આવા વરસાદ થી ડર નહોતો લાગતો પણ આજે એને આ વીજળીઓ ના આવાજ કાન માં વાગતા હતા…….વરસાદ ની ધાર એને કોક પોતાના ના આંસુ સમાન લાગતા હતા…….ખબર નહિ કેમ પણ આજે એનું મન ખુબ જ ભારે થઇ ગયું હતું ગળા માં ડૂમો બાઝતો હતો……….શું કારણ હશે એ વિચારી ને એને વધારે ટેન્સન થવા લાગ્યું…..આકાંક્ષાને હેરાન જોઈ એની રૂમ મેટ વિશ્વા એ પૂછ્યું,

“ તબિયત નથી સારી કે શું ? કેમ આમ પરસેવો વળે છે ?”

“ખબર નહિ કેમ પણ ઘભારમણ બહુ થાય છે” આકાંક્ષા એ જવાબ આપ્યો.

“ આરામ કર …..નહિ તો જવું છે ડોક્ટર પાસે ?” વિશ્વા એ પૂછ્યું.

આકાંક્ષા એ નકાર માં માથું ધુણાવી ને સુવા નો પ્રયત્ન કર્યો.

રાત ના દસેક વાગે આકાંક્ષા ના રૂમ પર ટકોરા થયા….દરવાજો ખોલતા સામે હોસ્ટેલ નો સિક્યોરીટી દેખાયો….

“ આકાંક્ષા બેટા આપ કે ઘર સે કુછ લોગ આપ કો મિલને આયે હૈ ….” એ બોલ્યો

આકાંક્ષા એની જોડે હોસ્ટેલ ના ગેસ્ટ રૂમ તરફ જવા લાગી. એક અજીબ ડર હતો આજે દિલ માં ,ઘરે થી કોઈ મળવા આવ્યા ની ખુશી નહોતી…..

ગેસ્ટ રૂમ માં આકાંશા ના કાકા અને કાકા નો છોકરો જજે આકાંક્ષા થી મોટો હતો એ બને આવ્યા હતા…આકાંક્ષા એમને જોઈ ને ખુશ થઇ…..પણ કાકા કે ભાઈ ને એવી કોઈ જ ખુશી નહોતી એમને સીધું જ કહી દીધું ,” તારા કપડા ભર તારે અમારી સાથે આવવાનું છે ઘરે તારા પાપા બીમાર છે તને યાદ કરે છે એટલે મારે તાત્કાલિક તને લેવા આવવું પડ્યું….”

“કેમ શું થયું છે પાપા ને? મને કોઈએ ફોન કેમ ના કર્યો ? હું આટલી બધી પારકી થઇ ગઈ ?” કહી ને આકાંક્ષા રડવા લાગી.

“ બેટા તને ભણવા માં ખલેલ ના થાય એના લીધે તને ફોન ના કર્યો….જ હવે ઝટ કર ….” કહી ને કાકા એ આકાંક્ષા ને ચુપ રાખી.

આકાંક્ષા કાકા સાથે ઘરે જવા નીકળી ગઈ થોડા દિવસ ની રજા લઇ લીધી હતી…..વિશ્વા ને નોટ્સ લેવાની વાત કરી દીધી હતી……

આખરે સવારે આકાંક્ષા એના ઘરે પહોચી…..ઘરે પહોચી ને સીધી એ પોતાના પાપા ને મળવા દોડે છે પરંતુ ……..હોલ ની હાલત જોઈ ને એને ચક્કર આવી જાય છે અને એ ત્યાં જ બેભાન થઇ ને ઢળી પડે છે

(  વધુ આવતા અંકે  : જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats App no 7016252600 & 7016252800 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. )