અહીં રાત પડતા જ ગાંધીજીના સ્ટેચ્યુની આંખો ચમકવા માંડે છે, જાણો શું છે સ્ટોરી……

દેશ-દુનિયા, મી.રીપોર્ટર, ૧૦મી ઓગસ્ટ. 

આપણે ઘણી હિન્દી અને અંગ્રેજી હોરર  ફિલ્મમાં શેતાનની આંખો લાલ રંગથી ચમકતી જોઈ છે. પરંતુ વિશ્વનો એક દેશ એવો છે કે, જ્યાં મહાત્મા ગાંધીની લગાવેલી પ્રતિમાની આંખો રાત પડતા જ લાલ રંગ થી ચમકી ઉઠે છે.  તમે જાણવા માંગો છે ને ? તે કયો દેશ છે… અમે આજે આપને જણાવીશું. 

વિશ્વમાં રાજ કરતા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના ફેરી બિલ્ડિંગના ઉત્તર-પૂર્વ ભાગમાં ગાંધીજીની વિશાળ પ્રતિમા આવેલી છે. ગાંધીજીના આ સ્ટેચ્યુના ચશ્મા હંમેશા ચોરી થઈ જતા હતા. હવે બે આર્ટિસ્ટે ગજબ જુગાડ કરીને ગાંધીજીના ચશ્મા પર ગ્લૂ લગાવી દીધો છે જેને કારણએ ગાંધીજીની પ્રતિમાની આંખો જ બદલાઈ ગઈ છે.

gandhi

ગાંધી મેમોરિયલ ઈન્ટરનેશનલના Zlatko Pounov અને Steven Lowe એ ગાંધીજીની પ્રતિમાને આ વિશેષ ગિફ્ટ આપી હતી. આ ગ્લૂ રાત્રે ચમકે છે, એવું લાગે છે જાણે ગાંધીજી જ જોતા હોય. હવે તેમના ચશ્મા ચોરી થવાની શક્યતા ઘટી જશે તેવું સંસ્થાનું માનવું છે. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *