દોસ્તી વધતાં નકલી આર્મી ઓફિસરે મહિલાને વિડીયો કૉલ કરીને કપડાં ઉતારવા કહ્યું, પછી શું થયું જાણો…

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ -અમદાવાદ, 23મી જૂન.

ઓનલાઇન દોસ્તી કરતા પહેલા ચેતો. જ્યારથી સોશિયલ મીડિયા નો પ્રભાવ વધ્યો છે. દુનિયા નાની થઇ ગઈ છે. એમાંય નવા નવા લોકો ને મળવા અને ઓનલાઇન  તેમના રૂપ ને જોઈ ને મોહિત થઈને  તેમની સાથે ગાઢ દોસ્તી ને પ્રેમ કરવા વાળા લોકોની કમી  નથી. એમાંય જો પૈસા પણ કમાવવા મળશે તેવી લાલચ અપાય તો ન કરવાની ભૂલ કરી બેસે છે. આવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સોશિયલ મીડિયા પર  ગત વર્ષે પંક્તિ (નામ બદલ્યું છે ) ને એક  સેનાના અધિકારી સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. પરંતુ તેને ખબર નહિ કે જેની જોડે વાત કરે છે, તે ખરેખર કોઈ સેના નો અધિકારી નથી. માત્ર બ્લેકમેલ કરવા માટે જ દોસ્તી કરી રહ્યો છે. આ વાત પંક્તિ ને સમજાય ત્યાં સુધી તો ઘણું જ મોડું થઇ ગયું હોય છે. પંક્તિ એક ટેક્નોલોજી ફિલ્ડમાં કામ કરે છે અને એસ.જી.હાઇવે નજીક રહે છે.  સેનાના અધિકારી નું નામ ધારણ કરી ને દોસ્તી કરનાર ચિટર ‘ફ્રેન્ડ’એ  એક દિવસ વિડીયો કૉલ પર કપડા ઉતારવાનું શરુ કર્યું અને પછી તે વિડીયોનું રેકોર્ડિંગ મોકલીને તેના આધારે પંક્તિને બ્લેકમેઈલ કરવાનું શરુ કરી દીધું.

આ અંગે અમદાવાદ સાઈબરક્રાઈમ પોલીસે એક પોર્ટલ સાથે વાત કરતાં  જણાવ્યું હતું કે, “મહિલા જેને મિત્ર ગણતી હતી તેણે ડિસેમ્બરમાં પોતાની ઓળખ પંજાબના આર્મી ઓફિસર તરીકે આપી હતી. લગભગ 5 મહિના સુધી ઓનલાઈન ચેટિંગ કર્યા પછી તેણે મહિલાનો નંબર મેળવ્યો અને બન્ને વોટ્સએપ પર મેસેજ કરવાનું શરુ કર્યું હતું.” એક દિવસ મિત્ર બનેલા નકલી આર્મી ઓફિસરે રાત્રે વિડીયો કૉલ કર્યો હતો.

પોલીસે જણાવે છે કે, “આ પછી થોડા મહિનાઓ સુધી તેઓ બન્ને મિત્ર રહ્યા હતા, આ પછી તે બન્ને વચ્ચે મિત્રતા વધતા વોટ્સએપ પર વિડીયો કૉલ કરીને વાતો કરતા હતા. આ પછી યુવકે ધીમે-ધીમે યુવકે અશ્લિલતા શરુ કરી અને પોતાના કપડા ઉતારવાનું શરુ કર્યું હતું, તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટ મહિલાને બતાવવાનું શરુ કર્યું હતું. યુવકે મહિલાને પણ પોતાના કપડા ઉતારવા માટે કહ્યું હતું, પરંતુ તેને આંચકો લાગતા ફોન કાપી નાખ્યો હતો.આ પછી રાત્રે યુવકે મહિલાને સ્ક્રીન રેકોર્ડિંગ મોકલ્યું હતું.”

સોશિયલ મીડિયા પર યુવકને મિત્ર બનાવીને તેની વધારે નજીક ગયા બાદ મહિલાને લાગ્યું કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. રાત્રે વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ આવ્યા બાદ તેની પાસે રોકડા રુપિયા 5 લાખની માગણી કરવામાં આવી હતી. જોકે તેણે  અમને જાણ કરતા અમે તેને આવા તત્વો ને કોઈ પણ પ્રકારના રૂપિયા આપવા ન જોઈએ અને તેને તાત્કાલિક અસર થી બ્લોક કરવો જોઈએ એમ કહેતા તે મહિલાએ તેનો અમલ કરીને જીવ છોડાવ્યો હતો. ઘટના પર અમે નજર રાખી રહ્યાં છે. હાલ કોઈ ફરિયાદ દાખલ થઇ નથી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.