કોરોના કર્ફ્યું ના લીધે વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યમાં 4500 જેટલા લગ્નપ્રસંગો અટવાઈ પડ્યા

www.mrreporter.in

વડોદરા-મી.રીપોર્ટર, ૨૦મી નવેમ્બર.

રાજ્યમાં કોરોના નો કહેર વધતાં જ રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતીકાલ થી એટલકે કે ૨૧મી થી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવી છે. જેના પગલે આ ચાર મુખ્ય શહેરમાં આયોજિત શુભ પ્રસંગો અટકી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા જ સરકારે લગ્નોમાં 200 મહેમાનો માટે મંજૂરી આપી હતી, તેવામાં ચાર શહેરોમાં એકાએક કરફ્યુની જાહેરાત કરી દેવાતા જેમના ઘરોમાં લગ્ન છે તે લોકો ટેન્શનમાં આવી ગયા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

એકબાજુ કોરોના નો કહેર ચાલુ છે, આ કોરોના કહેર વચ્ચે આ વર્ષે મૂહુર્ત પણ ઓછા છે, અને રવિવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના મોટાભાગના પાર્ટી પ્લોટ્સ લગ્નપ્રસંગ માટે બુક થઈ ચૂક્યા છે. કોરોના આવ્યો ત્યારથી રાજ્યમાં લોકોએ મૂહુર્ત સાચવવા સાદાઈથી લગ્ન કર્યા હતા. એમાય અનલોક ની પ્રક્રિયામાં પહેલીવાર તેના માટે છૂટ અપાતા જે લોકો કેટરિંગ સહિતની વસ્તુઓ માડે એડવાન્સ આપીને બેઠા છે તે લોકો હવે ફસાઈ ગયા છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના ઇવેન્ટ અને વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ સરકાર સમક્ષ એ પ્રકારે માગ રજૂ કરી છે કે આખા દિવસના કર્ફ્યુની જગ્યાએ માત્ર રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવે જેના કારણે લોકોના પ્રસંગો સચવાઈ જાય અને આર્થિક નુકસાન ભોગવવું પડે નહીં. રાજ્યમાં 22મી તારીખ, રવિવારના દિવસે અંદાજિત 3500 થી 4500 લગ્નનું આયોજન હોવાની વિગતો સામે આવી છે. લાભ પાંચમ પછી રવિવારે પહેલું મુહુર્ત હોવાથી વડોદરામાં 500 થી 1000, અમદાવાદમાં 1500થી 1600 જેટલા લગ્નપ્રસંગોનું આયોજન છે. રાજકોટ અને સુરતમાં પણ 1000 થી 1500 જેટલા લગ્નપ્રસંગોનું આયોજન છે, ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા કર્ફ્યુ લાગુ કરવામાં આવતા આ પ્રસંગો અટકી પડશે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply