૮મી માર્ચના International Women’s Day નિમિતે વડોદરાની આર્ટિસ્ટે “માં દુર્ગા” ના ચિત્રો દોર્યા

મહિલાને શક્તિના સ્વરૂપમાં બતાવામાં આવેલ વિવિધ પ્રકારના ચિત્રોનું પ્રદર્શન કલાપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકી દેશે : અલકાપુરી ખાતેની ગેલેરીમાં પ્રદર્શન નિહાળી શકાશે

વુમન- મિ.રિપોર્ટર, ૭મી માર્ચ. 

વિશ્વભરમાં પ્રખ્યાત એવી આપણી કલાનગરી વડોદરા તેની કલા માટે એક આગવું સ્થાન ધરાવે છે. આજ કલા ને માણવા માટે આપણા કલાનગરી વડોદરામાં કલાપ્રેમીઓ માટે ખાસ પ્રકારનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવેલ છે.

એક માન્યતા અનુસાર આ અંધકારરૂપી બ્રહ્માંડમાં જયારે કશુ જ નહતું ત્યારે સૌ પ્રથમ આદ્યશક્તિ દેવી(દુર્ગા) પ્રગટ થયા હતા, અને આખુંબ્રહ્માંડ દેદીપ્યમાન કર્યું હતું.આવનાર  ૮મી માર્ચ ના ‘વિશ્વ મહિલા દિવસ ( International Women’s Day )’ તેમજ  ‘મહિલા સશક્તિકરણ’ ને સમર્પિત એવા ચિત્ર પ્રદર્શનની થીમ  પર 1st માર્ચ થી 8th માર્ચ સુધી આર્ટિસ્ટ તનયાદાસ નિર્મિત ચિત્રો નું પ્રદર્શન P.N. Gadgil & Sons, Alkapuri, vadodara ખાતે રાખવામાં આવેલ છે. એક મહિલાને શક્તિના સ્વરૂપમાં બતાવામાં આવેલ વિવિધ પ્રકારના ચિત્રોનું પ્રદર્શન કલાપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકી દેશે.

દુર્ગા ઉપરાંત અહીં ગણેશ, કૃષ્ણ, તેમજ બુદ્ધની થીમ  ઉપર પણ વિવિધ પ્રકાર ના ચિત્રો પ્રદર્શનમાં મુકવામાં આવેલ છે. લાકડા અને પેપર પર ખાસ પ્રકાર ના રંગો દ્વારા નિર્મિત એવા શક્તિના વિવિધ પાસાઓને રજુ કરતા આ ચિત્રો ને જોવા નો લ્હાવો એ દરેક વડોદરા વાસીઓ એ અચૂકપણે માણવા જેવો છે.  ભારતીય સંસ્કૃતિની સુંદરતા તેમજ એનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ સમજાવતા આ ચિત્રો કોઈપણ વ્યક્તિનું મન ઉજાગર કરી દેશે એવા છે.

આ ઉપરાંત વડોદરાના કલાપ્રેમીઓ માટે બોનસમાં ભારતભરના વિવિધ રાજ્યોના ખાસ સ્થળોની સુંદરતાને કેમેરામાં મિલનપટેલ દ્વારા કેદ કરવામાં આવેલ ફોટોગ્રાફીમાં જોવાનો લ્હાવો પણ મળી શકશે. 

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply