અર્નબની રાત લોક-અપમાં પસાર થઈ :જામીન વિશે મુંબઈ હાઇકોર્ટમાં આજે સુનાવણી થઈ શકે છે ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ- મી.રીપોર્ટર, ૫મી નવેમ્બર. 

પોતાની  વિશેષ  એન્કરીંગના લીધે સતત વિવાદમાં રહેતા રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને રાયગઢની લોકલ કોર્ટે બુધવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે, એટલે કે અર્નબને 18 નવેમ્બર સુધી જેલમાં રહેવું પડશે. જોકે બુધવારે તેમને જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા નહોતા. અર્નબની એક રાત સ્કૂલમાં પસાર થઈ, જેને અલીબાગ પોલીસ સ્ટેશનના બંધ આરોપીઓ માટે કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે અર્નબની બુધવારે સવારે તેમના ઘરેથી ધરપકડ કરી હતી. અર્નબે મુંબઈ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. એ વિશે આજે સુનાવણી થવાની શક્યતા છે.

અર્નબની ધરપકડનું કારણ શું?

મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતા કુમુદે મે 2018માં આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં અર્નબ સહિત 3 લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા. સુસાઈડ નોટ પ્રમાણે અર્નબ અને અન્ય આરોપીઓએ નાઈકને અલગ અલગ પ્રોજેક્ટ માટે ડિઝાઈનર તરીકેનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો અને અંતે એનું 5.40 કરોડનું પેમેન્ટ ચૂકવ્યું નહોતું. એને કારણે અન્વયની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ અને તેણે સુસાઈડ કરી લીધું હતું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અન્વયની પત્નીએ કહ્યું- સુશાંત કેસમાં તો સુસાઈડ નોટ પણ નહોતી મળી, મારા પતિના કેસમાં તો છે

અન્વયની પત્ની અક્ષતાએ અર્નબની ધરપકડ પછી કહ્યું, મને નથી ખબર 2018 પછી 2 વર્ષ સુધી પગલાં કેમ ન લેવાયાં? મેં મારો પતિ ગુમાવ્યો છે. જો તેમને અર્નબ અને બાકીના બે આરોપી પાસેથી પૈસા મળી ગયા હોત તો આજે મારાં પતિ અને સાસુ જીવતાં હોત. સુશાંત કેસમાં તો સુસાઈડ નોટ પણ મળી નહોતી, તેમ છતાં આટલી તપાસ થઈ, જ્યારે મારા પતિના કેસમાં તો સુસાઈડ નોટ પણ છે. મહારાષ્ટ્ર પોલીસે હવે જે કાર્યવાહી કરી છે એ પછી અમને ન્યાય મળવાની અપેક્ષા છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)