રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીની ભારે ડ્ર્રામા બાદ ધરપકડ

www.mrreporter.in

મુંબઈ – મી.રિપોર્ટર, 4થી નવેમ્બર .

રિપલ્બિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીની  રાયગઢ પોલીસે બુધવારે સવારે તેમના ઘરમાંથી ધરપકડ કરી છે. અર્ણબ ગોસ્વામી સહીત  53 વર્ષના ઈન્ટીરિયર ડિઝાઈન અને તેમના માતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધાયો હતો. આ બન્નેએ 2018માં આત્મહત્યા કરી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મુંબઈ પોલીસે અર્ણબ ગોસ્વામી ઉપરાંત અન્ય જે બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે તેમની ઓળખ ફિરોઝ શેખ અને નીતિશ સારદા તરીકે થઈ છે. અર્ણબ ગોસ્વામીની વર્લી, ફિરોઝ શેખની કાંદીવલી અને નીતિષ સરદાની જોગેશ્વરીથી ધરપકડ કરવામાં આવી છે.અર્ણબ ગોસ્વામી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો કેસ કોનકોર્ડ ડિઝાઈન પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અન્વય નાઈકે નોંધાવ્યો હતો. જેમણે ચેનલની બિલ્ડિંગ તૈયાર કરવા માટે કરેલા કામના 83 લાખ રુપિયા લેવાના હતા.

બીજી કંપનીઓ આઈકાસ્ટએક્સ/સ્કિમીડિયા અને સ્માર્ટવર્કર્સને પણ રુપિયા લેવાના નીકળતા હતા, ત્રણે કંપનીઓના એક સાથે 5.40 કરોડ લેવાના બાકી છે.આસિસસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વાઝેની આગેવાનીમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ અને સ્પેશિયલ ઓપરેશન સ્ક્વોડ ઉપરાંત અલીબાગના એસપી અશોક દૂધે સવારે છ વાગ્યે અર્ણબના ઘરે પહોંચ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમગ્ર ઓપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતું, અને પોલીસ અર્ણબના 17મા માળે આવેલા ફ્લેટમાં પહોંચી ત્યાં સુધી પાડોશીઓને પણ કશીય જાણ નહોતી થઈ.અર્ણબને કેન્દ્ર સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપેલી છે. પોલીસનું માનીએ તો, ટીમ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે અર્ણબ અને તેની પત્નીએ કલાક સુધી દરવાજો જ નહોતો ખોલ્યો.

પોલીસે અર્ણબને જણાવ્યું હતું કે IPC 306 હેઠળ ધરપકડ માટે વોરન્ટની જરુર નથી. જ્યારે પોલીસે અર્ણબને ધરપકડ માટેની નોટિસ આપી ત્યારે તેની પત્નીએ તેને ફાડીને ફેંકી દીધી હતી. ત્યારબાદ પોલીસની ટીમને અર્ણબને વાનમાં બેસાડવા જબરજસ્તી કરવી પડી હતી. આખરે એનએમ જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરાવી તેની કસ્ટડી અલીબાગ પોલીસને સોંપાઈ હતી.

શું છે અન્વય નાયક સ્યૂઈસાઈડ કેસ ?

અન્વય નાયક અને તેમના માતા અલીબાગના કાવીર ગામમાં આવેતા તેમના ફાર્મહાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી ઈંગ્લિશમાં લખેલી સ્યૂઈસાઈડ નોટ મળી હતી. જેમાં ત્રણ કંપનીઓ પાસેથી લેવાના નીકળતા રુપિયા પરત ના મળતા તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

મૃતકની પત્ની અક્ષતાએ એજીઆર આઉટલેયરના અર્ણબ ગોસ્વામીએ બોમ્બે ડાઈંગ સ્ટૂડિયો પ્રોજેક્ટના 83 લાખ રુપિયા નહોતા ચૂકવ્યા. સ્કીમીડિયાના ફિરોઝ શેખ અને સ્માર્ટ વર્કના નિતેશ સારદાએ પણ કુલ 4.55 કરોડ રુપિયા નહોતા ચૂકવ્યા. અક્ષતાએ અર્ણબ સામે અન્વયને આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફિરોઝ અને સારદાના નામ પણ હતા.

સ્યૂઈસાઈડ નોટને આધારે પોલીસે અર્ણબ ગોસ્વામી, શેખ અને સારદા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાની FIR દાખલ કરી હતી. બંને મૃતકોના પીએમ રિપોર્ટમાં અન્વયે આપઘાત કરતા પહેલા માતાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતા તેની સામે પણ હત્યાનો ગુનો નોંધાયો હતો.

એક વર્ષની તપાસ બાદ અલીબાગ પોલીસે અર્ણબ ગોસ્વામી સામે પુરતા પુરાવા ના હોવાનું કારણ દર્શાવી આ કેસને બંધ કરી દીધો હતો. જોકે, મે 2020માં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મૃતકની દીકરીની વિનંતી પર સીઆઈડીને આ કેસની તપાસ સોંપી હતી.

અન્વય નાયક મુંબઈ સ્થિત આર્કિટેક્ચરલ અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ફર્મ કોન્કોર્ડ ડિઝાઈન્સના એમડી હતા, અને તેમની માતા ફર્મના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ હતી.  તોબીજીબાજુ રિપબ્લિક ટીવીના નિવેદન અનુસાર, તેણે કોન્કોર્ડ ડિઝાઈનને બાકી નીકળતી તમામ રકમ ચૂકવી દીધી હતી. તેની સામે ઉભો કરાયેલો આ કેસ ફેક છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply