2019માં પગાર વધે તેની રાહ જોઈને બેઠા છો? તો વાંચો આ સમાચાર..

Spread the love

મિ. રિપોર્ટર, ૨૫મી ડિસેમ્બર

તમે વર્ષ 2018ને આખરી અલવિદા કરો તે પહેલા નોકરી અને પગાર વધારા સંબંધિત સમાચાર વર્ષ 2019 ના આગમન સાથે તમને સાંભળવા મળશે.

ગત વર્ષ એટલેકે વર્ષ 2018માં 8-10 ટકા પગાર વધારો થયો હતો. હવે જ્યારે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ટેક્નોલોજીમાં બદલાવના કારણે વર્ષ 2019માં ઘણી પારંપરિક નોકરીઓની જગ્યાએ નવી નોકરીઓ ઊભી થશે. જેમાં 10 ટકાનો વધારો થશે. પ્લેસમેન્ટ નિષ્ણાત ને લાગી રહ્યું છે કે નવા વર્ષમાં લગભગ નવી 10 લાખ નોકરીઓની તક ઊભી થશે. પણ, વેતનવૃધ્ધિ ગત વર્ષની માફક જ જોવા મળી શકે છે. છતાં પણ અન્ય કેટલાંક સેક્ટર્સમાં નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે.

કયા ક્ષેત્રમાં નોકરીઓની તકોમાં વધારો થશે ?

આઈટી સેક્ટરમાં ગત 2 વર્ષમાં નોકરીઓમાં વધારો જોવા મળ્યો છે. આવું જ ટેક્નોલોજી અને કોમર્સના ક્ષેત્રમાં પણ જોવા મળ્યું છે. આ વર્ષે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને એફએમસીજી સેક્ટરમાં નોકરીની તકો વધારે જોવા મળી શકે છે. આ સિવાય બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં નોકરીઓની તકો જોવા મળશે.