શું તમે નોકરી શોધો છો, આ ન્યુઝ તમને મદદરૂપ થઇ શકે છે, વાંચો…

www.mrreporter.in

અમદાવાદ- મી.રીપોર્ટર, ૧૯મી જાન્યુઆરી.

કોરોના ને કારણે ઘણા યુવાનોની નોકરી છીનવાઈ ગઈ છે. નવી નોકરી મેળવવામાં પણ ઘણા યુવાનોને  અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયમાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી માં  ધણા લાબા સમય પછી યુનિવર્સિટીમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.  યુવાનો સામાન્ય વહીવટ, તકનીકી સહાયક,કમ્પ્યુટર ના અલગ વિભાગ સહિત કુલ 52 જગ્યા પર ભરતી પર તારીખ 10/02/2021 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

શૈક્ષણિક લાયકાત : 

યુનિવર્સિટીમાં વિભાગ અનુસાર અલગ અલગ લાયકાત ના આધારે ઉમેદવાર ફાર્મ ભરી શકશે. આ ભરતી માં કુલ સૌથી વધુ જગ્યાઓ જુનિયર ક્લાર્ક ટાઈપીસ્ટ માં 24 જગ્યા માટે સ્નાતક અનિવાર્ય છે અને બીજી અન્ય ભરતી માટે ઉમેદવાર રુચિ અને પાત્ર આપેલ www.spuvvn.edu અરજી કરી શકો છો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અનુભવ :

ભરતી માં ઉમેદવારને અનુભવ ધરાવતા હોય તો અંગેની વિગતો અરજીપત્રક માં દર્શાવવાની રહેશે.

પરીક્ષા ફી :

ભરતી પ્રક્રિયા માં રસ ધરાવતા ઉમેદવાર માં SC અને ST ઉમેદવાર માટે 250 રૂપિયા ફી 17/01/2021 સુધી ભરવાના રહેશે.અન્ય કેટેગરી ના ઉમેદવાર માટે 500 રૂપિયા ભરવાના રહેશે.

પગાર ધોરણ :

ઉમેદવાર ને ભરતી માં 19500 થી લઈ ને અલગ અલગ વિભાગ માં 55000 હજાર સુધી પગાર આપશે અને 5 વર્ષ પછી ભથ્થાના આધારે જ વધારવામાં આવશે

વય મર્યાદા :

 જુનિયર ક્લાર્ક ટાઇપીસ્ટ માટે 35 વર્ષ થી નીચે ના વય ના ઉમેદવાર માન્ય ગણાશે. અને પોસ્ટ માટે 35 કે 40 વર્ષ થી નીચે માન્ય ગણાશે.

ઉમેદવારની પસંદગી પ્રકિયા : 

સ્પર્ધાત્મક પરીક્ષા ના આધારે નિયુક્ત કરવામાં આવશે. ગુજરાત સરકાર ના વહીવટ વિભાગ ના ઠરાવ ના પ્રમાણે સીધી ભરતી થી નિમણુંક કરવામાં આવશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply