તમે તમારી બહાર નીકળેલી ફાંદ અને વજનથી પરેશાન છો ? અજમાવો અમારી હેલ્થ ટિપ્સ…..

હેલ્થ-મિ.રિપોર્ટર, ૨૪મી જુન. 

દેશ જ નહિ પણ સમગ્ર વિશ્વમાં ખાવા-પીવાની ખોટી ટેવ, હોર્મોનલ ફેરફારની સાથે-સાથે ખરાબ લાઈફસ્ટાઈલ જ લોકોની સ્થૂળતાનું કારણ બની રહી છે. જોકે લોકો ખાવા-પીવામાં યોગ્ય રીતે ધ્યાન આપે પોતાનો ડાયેટ ખોરાક સમયસર લે તો વજન વધવાની સમસ્યામાંથી આસાની થી છુટકારો મેળવી શકે છે. આજે અમે આપને આવી કેટલીક ડાયટની ટીપ્સ આપીશું કે જેના થાકી તમે તમારું વજનને કંટ્રોલ કરી શકશો, એટલું જ નહિ પણ પેટ પર જામી ગયેલી ચરબીના થરને પણ દુર કરીને ફીટ બોડી કરી શકશો. 

તો ચાલો જોઈએ એવી હેલ્થ ટીપ્સ, કે જે ઘરમાં સરળતાથી મળી જાય છે.  તમારે ક્યારે, કેટલું અને કેવી રીતે ખાવાનું છે તેની માહિતી અહીંયા અમે તમને આપી રહ્યા છીએ.

કેવી રીતે ખાવું અને શું ખાવું ? 

પહેલા જાણો કે તમને ખરેખર જ  ભૂખ લાગી છે? ખાવાનું એક સાથે ખાવા કરતાં થોડું-થોડું ખાવ. જ્યારે તમે ખાવ ત્યારે તેની વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જરૂરી છે. ભોજનમાં ફાઈબરની માત્રા વઘારે હોવી જોઈએ. મૂળા, ગાજર, ખીરા, ડુંગળીને ડાયટમાં સામેલ કરો. ખાવાનું શરૂ કરો તે પહેલા સલાડ ખાવ પછી બીજું ખાવું.

તમારા બ્રેકફાસ્ટમાં પ્રોટીન ને સામેલ કરો 

બ્રેકફાસ્ટમાં ફાઈબરની સાથે પ્રોટીન હોવું ખૂબ જરૂરી છે. પ્રોટીનમાં ફેટ ન હોય તેનું ધ્યાન રાખવું. એટલે કે તળેલું અને મસાલેદાર પ્રોટીન કરતાં સ્ટીમ અને રોસ્ટેડ હોવું જોઈએ. પનીર, સોયા પનીર તેમજ ઈંડા તમે નાસ્તામાં લઈ શકો છે. આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું-ભરેલું રહેશે.

સમતોલ આહાર ની સાથે થોડી એક્સર્સાઈઝ પણ જરૂરી

સમતોલ આહાર ની સાથે થોડી એક્સર્સાઈઝ પણ જરૂરી છે. રોજ ઓછામાં ઓછું બેથી ત્રણ કિમી ચાલવાનું રાખો, કારણ કે ડાયટની સાથે-સાથે કેટલીક એક્સર્સાઈઝ પણ જરૂરી છે. જ્યારે તમે કેલેરી ઓછી લેશો તો વજન પણ ઓછું થશે. એટલે કે ડાયટ અને એક્સર્સાઈઝ કરવાથી વજન ઝડપથી ઘટશે. ખાસ કરીને પેટ પર જમા થયેલી ચરબી માટે પણ એક્સર્સાઈઝ કરો. 

રોજિંદા ભોજનની આદત બદલો : ચણા અને જવ નો ઉપયોગ કરો

ઘઉંની રોટલી ખાવાની બંધ કરીને તમે ચણા, જવ, રાગી, બાજરી તેમજ સોયાબીનનાં લોટમાંથી બનેલી રોટલી ખાવ. આ રોટલી તમારી ભૂખને શાંત કરશે અને ફાઈબરથી ભરેલી હોવાના કારણે વજન પણ ઉતરશે. આમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ ખૂબ ઓછી માત્રામાં હશે જ્યારે પ્રોટીન વધારે હશે.

પાચન શક્તિ પાવરફુલ બનાવો : વરિયાળીનું પાણી લો 

એક કપ પાણીમાં એક ચમચી વરિયાળીને ઉકાળી લો અને જ્યારે પાણી પીવાથી ઈચ્છા થાય ત્યારે પીવો. આ પાણી તમારા ડાઈજેશન પર કામ કરશે અને તમારી પાચન શક્તિને વધારીની વજન ઓછું કરશે.

નારિયેળનું પાણી

નારિયેળ પાણીમાં વધારે માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે અને પેટની ગરમીને શાંત કરવાની સાથે-સાથે પાચન ક્રિયાને પણ સારી બનાવે છે. વજન ઉતારવા માટે આ જ કારણથી અસરકારક હોય છે.

જમતી વખતે ક્યારેય  પાણી ન  પીવો

ખાવાની સાથે-સાથે પાણી ક્યારેય ન પીવું. આમ કરવાથી ખાવાનું પચતું નથી અને પેટ વધારે ફુલી જાય છે. ખાવા સમયે તો પેટ ભરાઈ જાય છે પરંતુ કેટલાક સમય બાદ ફરી ભૂખ લાગે છે. જેનાથી વારંવાર ખાવાનું મન થાય છે. જમ્યાના અડધો કલાક બાદ જ પાણી પીવું

દિવસમાં  ઓછામાં ઓછા બે વખત ગ્રીન ટી લો

ગ્રીન ટીમાં થાયનાઈન નામનું અમીનો એસિડ હોય છે અને આ એસિડ ભૂખને ઓછી કરવામાં કારગત નીવડે છે. જો કે દિવસમાં ત્રણથી વધારે વખત તે પીવું નહીં.

Leave a Reply