હેલ્થ-મિ.રિપોર્ટર, ૧૬મી માર્ચ 

દેશની સ્ત્રીઓ પુરુષો કરતા નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે ? આ પ્રશ્ન સાંભળીને ભલ-ભલા પુરુષોના પગ નીચેથી જમીન સરકી જશે. કેમકે  આપણા દેશમાં પુરુષો જેટલી છુટથી સેક્સ અંગેની વાતો અને ચર્ચા કરે છે તેટલી સરળતા થી  સ્ત્રીઓ કરતી નથી. 

આ કોઈ ખાનગી કંપનીનો સર્વે નથી. ખુદ કેન્દ્ર સરકારના નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા કરાયેલા સર્વેમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે.  જેમના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, 10 ટકા સ્ત્રીઓ છે જે 25 થી 49 ની ઉંમરમાં સેક્સ માણે છે, આમાથી ઘણી સ્ત્રીઓ છે જેમણે 15 વર્ષથી પણ ઓછી ઉંમરમાં સેક્સ માણ્યું છે.  જ્યારે 38 ટકા સ્ત્રીઓ 18 વર્ષથી ઓછી ઉંમરમાં આ અનુભવ કર્યો છે.

નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા કરાયેલા સર્વેમાં  કમ્યુટર આસિસ્ટેડ પર્સનલ ઈન્ટર્વ્યુઈંગ ટેક્નિક દ્વારા ડેટા એકઠો કરાયો છે. જેમાં 25 થી 49 વર્ષની સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ડેટામાંથી સામે આવ્યું કે ભારતમાં સ્ત્રી પહેલી વખત સેક્સનો અનુભવ કરે ત્યારે તેની સરેરાશ ઉંમર 19.1 હોય છે. અહીં સામે આવેલા આંકડામાં મોટા ભાગની સ્ત્રીઓ જેમને નાની ઉંમરમાં જ સેક્સનો અનુભવ થયો છે તેમણે લગ્ન પહેલા સંબંધ નથી બાંધ્યા પણ બાળ લગ્નના કારણે તેમને આ અનુભવ થયો છે. જેમાંથી 19.1 ટકો સ્ત્રીઓએ 15 વર્ષની ઉંમર પહેલા સેક્સ માણ્યું છે, જ્યારે 0.1 ટકો સ્ત્રીઓએ લગ્ન પહેલા નાની ઉંમરમાં સેક્સ માણ્યું છે. એટલું જ નહિ શહેરમાં વસેલી સ્ત્રીઓ કરતા ગામડામાં રહેતી સ્ત્રીઓ સેક્સ માનવામાં  ઘણી આગળ છે. સર્વેમાં સામે આવેલા આંકડા ચકાસીએ તો 20.3 ઉંમરની વયે શહેરની સ્ત્રીઓ ફર્સ્ટ ટાઈમ સેક્સ માણે છે જ્યારે ગામડામાં આવું 18.6 વર્ષની ઉંમરની સ્ત્રીઓ કરી રહી છે.  જે છોકરી 12મા ધોરણ કે તેથી વધુ ભણે છે તે પરિપક્વ ઉંમરે મેરેજ કરે છે જ્યારે પરણેલી સ્ત્રીઓની ઉંમર સરેરાશ 22.7 વર્ષની હોય છે, જ્યારે ગામડાની શિક્ષણ ન મેળવનારી સ્ત્રીઓ 17.2 વર્ષની ઉંમરે લગ્ન કરે છે.

ભારતમાં પુરુષો કઈ ઉંમરમાં સેક્સ માણે છે?

ભારતમાં 25થી 49 વર્ષની ઉંમરના ગ્રુપમાં પહેલી વખત સેક્સ માણ્યું હોય તેવી ઉંમર 24.3 વર્ષ છે! આમાંથી એક ટકો પુરુષો જ 15 વર્ષ કરતા ઓછી ઉંમરમાં સેક્સ માણ્યું છે, જ્યારે 7 ટકા લોકોએ 18 વર્ષની ઉંમરે પહેલો અનુભવ કર્યો છે. અન્ય  આંકડા પર નજર કરીએ તો સ્ત્રી અને પુરુષ બન્નેએ લગ્ન પહેલા સેક્સ માણ્યું છે જેમાં 11 ટકા પુરુષો મેરેજ પહેલા સેક્સ માણે છે, જ્યારે આ સર્વેમાં સ્ત્રીઓનો આંકડો માત્ર 2 ટકા છે.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: