વડોદરાના 28મા મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોષીની નિયુક્તિ, મેયર બન્યા પછી કેયુર રોકડીયાએ શું કહ્યું ? જુઓ વિડીયો ?

www.mrreporter.in
Spread the love

ડેપ્યુટી મેયર નંદાબેન જોષી અને સ્થાયિ સમિતીના અધ્યક્ષ તરીકે ડો. હિતેન્દ્ર પટેલની વરણી

રાજનીતિ-વડોદરા, મી.રિપોર્ટર, ૧૦મી માર્ચ

વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણી બાદ વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના અધ્યક્ષ કોણ બનશે ? કોના ગ્રહ કામ કરશે અને કોના ગોડ ફાધર ની અમી કૃપા થશે ? છેલ્લા એક અઠવાડિયા થી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો છે.  ભાજપા મોવડી મંડળ દ્વારા વડોદરા મહાનગર સેવા સદનના 28મા મેયર તરીકે કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોષી અને સ્થાયિ સમિતીના અધ્યક્ષ તરીકે ડો. હિતેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. 

શહેરના નવા મેયર, ડે. મેયર અને સ્થાયિ સમિતીના અધ્યક્ષની ભાજપા કાર્યાલય ખાતે પસંદગી થયા બાદ સમર્થકો, મિત્રો અને શુભેચ્છકો દ્વારા ફૂલહાર અને મીઠું મોંઢુ કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભાજપા કાર્યાલય બાદ કાર્યાલય બહાર કાર્યકરો દ્વારા ભારે આતશબાજી કરવામાં આવી હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા મહાનગર સેવા સદનની સામાન્ય ચૂંટણીમાં 69 બેઠકો સાથે ભાજપા દ્વારા જંગી બહુમતી મેળવવામાં આવી હતી. ચૂંટણી પૂરી થતાંની સાથે વડોદરાને આગામી અઢી વર્ષ માટે મેયર, ડે. મેયર અને કોર્પોરેશનની મલાઇદાર ગણાતી સ્થાયિ સમિતીના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થશે, તે અંગે ભારે અટકળો ચાલતી હતી. ભાજપામાંથી મેયર તરીકે કેયુર રોકડીયા, પરાક્રમસિંહ જાડેજા, ડો. શિતલ મિસ્ત્રી, ડો. હિતેન્દ્ર પટેલ, ડો. રાજેશ શાહ (નિકીર), અલ્પેશ લિમ્બાચિયા, મનીષ પગારે તથા ડેપ્યુટી મેયર નંદા જોશી, હેમીક્ષા ઠક્કર અને સ્થાયિ સમિતીના અધ્યક્ષ પદ માટે પણ વિવિધ નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. જે ચર્ચાઓનો આજે અંત આવ્યો હતો.

ભાજપા કાર્યાલય ખાતે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયિ સમિતીના અધ્યક્ષની જાહેરાત થયા બાદ 11 વાગે ગાંધીનગર ગૃહ ખાતે પ્રથમ સભા મળી હતી. સભામાં પ્રણાલિકા પ્રમાણે સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયિ સમિતીના 12 નામોની જાહેરાત કરવામાં આવી હતી. તે સાથે સભામાં જ સ્થાયિ સમિતીના ચેરમેનની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયિ સમિતીના સભ્યોની જાહેરાત સયાજીનગર ગૃહમાં થતી હતી. પરંતુ, કોરોનાના કારણે વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત ગાંધીનગર ગૃહમાં સભા મળી હતી અને તેમાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર ગૃહમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.

મેયર પદે ચૂંટાયેલા કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી વિકાસ કરતા આવેલા ભાજપા દ્વારા વિકાસનો રથ અવિરત ચાલુ રહેશે. પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં વડોદરાના લોકોને શુધ્ધ પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ સહિતની સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. તે સાથે વડોદરામાં સર્વાંગી વિકાસ કરવામાં આવશે. શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંબાયીયા અને દંડક તરીકે ચિરાગ બારોટની વરણી કરવામાં આવી હતી. પરાક્રમસિંહ જાડેજા, મનોજ પટેલ, કલ્પેશ પટેલ, નિલેશ રાઠોડ, અજીત દધીચ, પુનમબહેન શાહ‌, ડો. શીતલભાઈ મિસ્ત્રી, સ્નેહલબહેન પટેલ, ધર્મેશભાઈ પટની, રશ્મીબહેન વાઘેલા અને શ્રીરંગ આયરેની સ્થાયી સમિતિનાં સભ્યો તરીકે વરણી થઈ છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.