કોઈપણ યુવાન રૂપિયા 499 નું રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવીને Smartphone વડે મહિને હવે રૂપિયા 20,000 કમાઈ શકે

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર,17મી ફેબ્રુઆરી.

કોઇપણ બાળક સ્કિલ ડેવલોપમેન્ટ નો એક પ્રોગ્રામને પુરો કરીને  આસાની થી રૂપિયા 20,000 મહિનાના કમાઈ શકે છે. જેના માટે તે યુવાને માત્ર એક જ વખત  499 રૂપિયાનું રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડશે અન ચાર મહિના સુધી દરરોજ 2.5 કલાક અભ્યાસ કરવો પડશે. આ અભ્યાસના અંતે દિલ્હીની એક સંસ્થા દ્વારા તાલીમ અને સપોર્ટ આપવામાં આવશે જેના દ્વારા યુવાન આત્મનિર્ભર થઈને પોતાની આવક  વધારી શકે છે. 

ધ નજ ફાઉન્ડેશન દ્રારા સંચાલિત સેન્ટર દ્રારા સંચાલિત સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ (CSDE) ભારતમાંથી ગરીબીને દૂર કરવા માટે અનોખી પહેલ લઇને આવ્યું છે. તેમાં ભારતમાં ગુરૂકુલ નામથી સ્કિલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેના દ્રારા નબળા વર્ગના બાળકોને રોજગાર અપાવવા માટે તૈયાર કરવામાં આવે છે. સંસ્થા 4 મહિનાના સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ દ્રારા ગરીબ અને નબળા વર્ગના લોકોને મહત્વાકાંઍક્ષી યુવાનોને ઉદ્યોગની જરૂર અનુસાર તૈયાર કરે છે અને તેમને રોજગાર અપાવવામાં મદદ કરે છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ધ નજ સેન્ટર ફોર સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ (CSDE) ના સીનિયર ડાયરેક્ટર સૌરભ અદીબએ જણાવ્યું હતું કે દેશમાં કોઇપણ બાળક આ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામને પુરો કરીને આરામથી 20,000 રૂપિયા મંથલી સુધી કમાણી કરી શકે છે. તેના માટે બસ વનટાઇમ 499 રૂપિયાનું રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડશે અન ચાર મહિના સુધી દરરોજ 2.5 કલાક અભ્યાસ કરવો પડશે. આ કોર્સ ઓનલાઇન છે અને તેને આરામથી ઘરે બેઠા બેઠા પુરો કરી શકાય છે. આ પ્રોગ્રામ દ્રારા સર્વિઅ સેક્ટર માટે શ્રમબળને તૈયાર કરવાનું કામ કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં પ્રતિભાગીઓની ઇંગ્લિશ અને એમ્પ્લોયબિલિટી સ્કિલને પ્રોત્સાહન વધારવામાં આવે છે.

સૌરભ અદીબએ જણાવ્યું કે જુલાઇ 2020થી ઓનલાઇન પ્રોગ્રામ શરૂ થઇ ગયો છે અને 700 બાળકો આ કોર્સ પુરો કરી ચૂક્યા છે તેમણે આ પ્રોગ્રામ માટે 6000 થી બાળકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત પાંચ વર્ષોમાં સંસ્થા 7200થી વધુ બાળકોને ટ્રેનિંગ આપી તેમને 100 ટકા રોજગાર ઉપલબ્ધ કરાવવામાં સફળ રહી છે. આ બાળકોને 13,000 થી 20,000 રૂપિયા દર મહિને વેતન મળે છે.

આ સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હિંદી, કન્નડ, તમિલ અને તેલૂગૂમાં છે. અદીબે જણાવ્યું કે તેમનો ટાર્ગેટ 2022 સુધી 30,000 બાળકોને ટ્રેન કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.