બિકીની ફોટો શેર કરતાં જ અનુરાગ કશ્યપની પુત્રીને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી મળી

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, 19મી ફેબ્રુઆરી.

પોતાના બિકીની ફોટોને સોશિયલ મીડિયા પર શેર કરતાં જ બોલીવુડના જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રીને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી મળી રહી છે. બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ એક જાણીતી સ્ટાર કિડ્સ છે. બોલીવૂડના અન્ય સ્ટાર્સની જેમ સ્ટાર કિડ્સને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છેકે, આલિયા કશ્યપ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને એડિટર આરતી બજાજની પુત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ આલિયાએ તેની કેટલીક તસવીરો લોન્જરીમાં શેર કરી હતી, જે પછી તે ટ્રોલ્સના નિશાના હેઠળ આવી હતી.

આ ઘટના અંગે આલિયાએ કહ્યું કે, મારે સોશિયલ મીડિયાની નકારાત્મકતા સામે દલીલ કરવી પડી. હું ખૂબ ભાવનાત્મક વ્યક્તિ છું. મને ખબર નથી કે હું કેમ ખૂબ ભાવનાશીલ છું અને હું ઘણી નાની વસ્તુઓ પર રડી પડુ છું. જ્યારે મેં લોન્જરીમાં ફોટો શેર કર્યો ત્યારે લોકોએ મને કહ્યું કે મને શરમ આવવી જોઈએ કે હું ભારતીય છું. અને આ પ્રકારના ફોટો શેર કરી રહી છું. લોકો મને બળાત્કારની ધમકી આપી રહ્યા હતા. તેઓ મને ગંદા નામથી બોલાવતા હતા અને મારો ‘રેટ’ પૂછતા હતા. મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.