એન્ટિલિયા કેસ : CCTV માં કૈદ સચિન વઝે અને મનસુખ હિરેન, 17 ફેબ્રુઆરીએ CST સ્ટેશનની બહાર મળ્યા હતા

www.mrreporter.in

મુંબઈ- મી.રિપોર્ટર, ૨૫મી માર્ચ. 

એન્ટલિયા કેસ અને મનસુખ હિરેનના મોતના મામલામાં એક CCTV ફુટેજ બહાર આવ્યા છે.  જેમાં સ્પષ્ટ દેખાય છે કે,  17 ફેબ્રુઆરીએ સચિન વઝે અને મનસુખની મુલાકાત  CST રેલવે સ્ટેશનની બહાર થઇ હતી.  CCTV ફુટેજ  દેખાઈ રહ્યું છે કે સફેદ રંગની કાર CST રેલવે સ્ટેશનની બહાર રોકાય છે. કારમાંથી મનસુખ હિરેન ઉતરે છે. બીજા ફુટેજમાં સચિન વઝેની ઓડી દેખાઈ રહી છે. જે ટ્રાફિક સિગ્નલ પર રોકાય છે. જેમાં મનસુખ હિરેન બેસી જાય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન મનસુખે સ્કોર્પિયોની ચાવી વઝેને સોંપી હતી. 17 ફેબ્રુઆરીના રોજ મનસુખે સ્કોર્પિયોની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. આ તે જ સ્કોર્પિયો હતી, જેમાં વિસ્ફોટક ભરીને મુકેશ અંબાણીના ઘરની સામે પાર્ક કરવામાં આવી હતી.

સમગ્ર મામલે NIAના જણાવ્યા મુજબ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મુકવાનું ષડયંત્ર વઝેએ રચ્યુ હોવાના પુરતા પુરાવા મળ્યા છે. આ જ કાર 25 ફેબ્રુઆરીની રાતે મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. તેમાંથી જિલેટીનના 20 રોડ મળ્યા હતા. આ સ્કોર્પિયોની પાછળ જે ઈનોવા કાર CCTVમાં દેખાઈ રહી હતી, તે ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન યુનિટ(CIU)ની જ હતી અને તેને CIUના પોલીસ કર્મચારીઓ જ ચલાવી રહ્યાં હતા. NIAની તપાસમાં બહાર આવ્યું છે કે વઝે જ સ્કોર્પિયો ચલાવીને લઈ ગયા અને તેને પાર્ક કર્યા પછી નીકળીને ઈનોવામાં બેસીને ફરાર થઈ ગયા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

 

Leave a Reply