બંગાળની ખાડીમાં વધુ એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય : ગુજરાતમાં 21, 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર -મી.રિપોર્ટર, 21મી ઓગસ્ટ. 

બંગાળની ખાડીમાં વધુ એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
 
 
રાજ્યમાં છેલ્લા એક સપ્તહથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં મેઘ મહેર થતા આત્યાર સુધીમાં 88.55 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ – ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આગામી બે દિવસમાં ગુજરાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવી સંભાવના છે.

હવાના વિભાગ મુજબ રાજ્યમાં 21 ઓગસ્ટ એટલે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જ્યારે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.