વડોદરા સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારના વધુ એક મોભીનું મોત, દિપ્તીબેન સોનીએ અંતિમ શ્વાસ લીધાં

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ- વડોદરા, મી.રિપોર્ટર, 6ઠ્ઠી માર્ચ. 

શહેરના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા અને આર્થિક સંકડામણને લીધે સામૂહિક આપઘાત કરનારા સોની પરિવારના મોભી મૃતક નરેન્દ્રભાઇ સોનીના પત્ની  અને બચી ગયેલા ભાવિન સોનીની માતા દિપ્તીબેન સોનીનું આજે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સામૂહિક આપઘાતમાં દિપ્તીબેને પતિ નરેન્દ્રભાઇ પુત્રી રીયા અને પૌત્ર પાર્થને ગુમાવ્યા હતા. હવે તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક 4 ઉપર પહોંચ્યો છે. દિપ્તીબેનના મૃત્યુ થયાની તેમના પરિવારજનો અને સગા-સંબંઘીઓ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને તમામ લોકોની આંખો પુનઃ ભીની  થઇ ગઈ હતી. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આર્થિક ભીંસમાં સોની પરિવારે  3 માર્ચના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોનીએ 2 માર્ચેની રાત્રે પરિવારના સભ્યોને ભેગા કરીને 3 માર્ચના રોજ આપઘાત કરીને લેવાનું નક્કી કર્યું હતું. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઇડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા અને આજે સારવાર દરમિયાન વધુ એક સભ્યનું મોત થયું છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.